fbpx
ગુજરાત

એમએસ યુનિવર્સિટીની બે ફેકલ્ટીના બે ડીન કોરોના સંક્રમિત થયા

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટીના ડીન ડો. મૂર્થી અને કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે બંને ફેકલ્ટીને સેનેટાઇઝ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૨૩૯૫ કેસ નોંધાયા છે. કોરોનાની કેસની કુલ સંખ્યા ૧,૧૨,૨૧૩ ઉપર પહોંચી ગઇ છે. વધુ ૧૮૨૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૮૭,૩૨૮ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ૨૫મીએ રેકોર્ડબ્રેક ૩૮૦૨ નવા કોરોના કેસ આવ્યા બાદ ૨,૩૯૫ કેસ આવતાં ૧૪૯૩ કેસ ઘટ્યા છે. જાેકે, બે દિવસ દરમિયાન ૪ વ્યક્તિઓના સત્તાવાર મોત જાહેર થતાં કુલ મૃત્યુઆંક ૬૩૬ પર પહોંચી ગયો હતો.વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૨૪,૧૪૯ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૨૩,૭૧૨ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૫૩૭ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૩૧ દર્દીઓ વેન્ટિલેટર પર, ૭૪ દર્દીઓ આઇસીયુમાં અને ૧૭૪ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૧૨,૦૬૪ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.બે દિવસ દરમિયાન એસએસજીમાં નવા બજારની ૬૨ વર્ષીય વૃદ્ધા અને ૬૦ વર્ષની કાલોલની વૃદ્ધાના મોત નિપજ્યાં હતા.

જ્યારે ગોત્રીમાં વેમાલીના ૫૯ વર્ષના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શહેરમાં બે દિવસ દરમિયાન કેસ ભલે ઘટ્યા હોય પણ ૨૦૦૪ એક્ટિવ કેસો વધતાં હજી પણ સાવધાની રાખવી જરૂરી બની છે. એક્ટિવ દર્દીઓ ૨૨,૨૫૩ હતા જે ગુરુવારે વધીને ૨૪,૨૪૯ થઇ ગયા હતા. બીજી તરફ ગુરૂવારે ટેસ્ટિંગ પણ ૨૨૦૧ ઓછા કરવામાં આવ્યાં હતા. ૨૫મી જાન્યુઆરીએ ૧૨,૪૧૫ ટેસ્ટિંગ કરાયા હતા. જે ઘટાડીને ૧૦,૨૧૪નું જ ટેસ્ટિંગ કરાયું હતું. પશ્ચિમ ઝોનમાં ૫૨૨ સૌથી વધુ કેસ આવ્યાં હતા. હાલમાં હોસ્પિટલોમાં ૫૦૦ની આસપાસ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જે પૈકીના ૧૭૪ને ઓક્સિજન પર અને ૩૧ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. આ દર્દીઓમાં પણ ધીમો વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન ૩૪૧૨ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીનસત્તાવાર મરણાંક ૩૫ જેટલો થઇ ગયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/