fbpx
ગુજરાત

કડાણાના સંધરી પંચાયતના વિજય સરઘસમાં બિયર ઉડાડવામાં આવી

કોરોના વાઇરસને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સોશીયલ ડિસ્ટન્સની ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી સમર્થકો ડીજેના તાલે હાથમાં બિયર રાખી ઝૂમતા હોવાનું પણ વિડિયોમાં જાેવા મળ્યું હતું. ત્યારે આ વિજય સરઘસમાં અમુક લોકો માસ્ક ન પહેરી કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જાેવા મળ્યું હતું.

પોલીસે આ વીડિયોની તપાસ કરતા આ વિજય સરઘસમાં ઉપસરપંચ મમતાબેન તરાળના પતિ રમેશભાઇ પુંજાભાઈ તરાળની આગેવાનીમાં કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના સંધરી ગામમાં ઉપસરપંચની વરણી બાદ કાઢવામાં આવેલ વિજય સરઘસમાં સભ્યો તેમજ સમર્થકો ખુશીમાં ભાન ભુલ્યાનું વિડિયો વાઇરલ થયો હતો. સંઘરી ગ્રામ પંચાયતમા ઉપસરપંચની ચૂંટણીમાં ઉપસરપંચ તરીકે મમતાબેન રમેશભાઈ તરાળની નિમણુક થતાં વિજય સરઘસ નિકળ્યું હતુ.

જેમાં અમુક ઈસમો દ્વારા જાહેરમાં બિયરની બોટલો ખોલી ફુવારા ઉડાવતા હોવાનો વીડિયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કડાણા પોલીસ દ્વારા આ વિજય સરઘસમાં ૧૫૦થી વધુ લોકો ભેગા કરી બેદરકારીપૂર્વક કૃત્ય કરવા બદલ રમેશભાઈ પુંજાભાઈ તરાળ, અખમાભાઈ રમણભાઇ ખાંટ, કમલેશભાઈ ભુરાભાઈ, રમેશભાઈ મણીભાઈ માલીવાડ અને રોશનભાઈ હરિભાઈ રાવલ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/