fbpx
ગુજરાત

કેવડિયાનું નામ બદલી નાંખવા સામે ગ્રામપંચાયત અને સ્થાનિકોનો વિરોધ

કેવડિયા ગામ અને કેવડિયા કોલોની ને સીધું નામ બદલી એકતા નગર નામ રાખવા જઈ રહ્યા છે જેમાં કોઈ સ્થાનિક ગ્રામપંચાયત ને કે સ્થાનિક આગેવનો ની મંજૂરી વગર સત્તામંડળ કામ કરી રહ્યું છે જેવો આક્ષેપ હાલ સ્થાનિકો લગાવી રહ્યા છે. તાજેતરમાં એસએસએનએનએલ ના એમડી અને એડિશનલ ચીફ સેક્રેટરી ડો રાજીવ ગુપ્તા એ એક પત્ર દ્વારા વવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે ગુજરાત સરકારે ૨૦/૧૨/૨૦૨૧ ના જીએડી ઠરાવ નંબર એમઆઈએસ ૧૦૨૦૨૧-જીઓઆઈ-૨૩-જીએચ.૧ દ્વારા ગામ “કેવડિયા” નું નામ “એકતા નગર” અને “કેવડિયા રેલ્વે સ્ટેશન” નું નામ બદલીને “એકતા” કર્યું છે.

નગર રેલ્વે સ્ટેશન” તેથી વડોદરાથી ફોર-લેન રોડ પર અને રાજપીપળા વગેરેથી અન્ય એપ્રોચ રૂટ પરના વિવિધ સાઈનેજ, હોર્ડિંગ્સ વગેરેમાં આ ફેરફારનો સમાવેશ કરવા માટે તમારી સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને જરૂરી નિર્દેશો જારી કરવા વિનંતી છે. કૃપા કરીને આને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવે. આ પરિપત્રને લઈને કેવડિયા વિસ્તારમાં વિરોધ ઉઠ્‌યો અને માત્ર એકતા નગર રેલવે સ્ટેશન માટે કોઠી (કેવડિયા) ગ્રુપ ગ્રામપંચાયત માં ૧૨ મેં ૨૦૨૧ના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. જે હાલ સોસીયલ.મીડિયા માં વાયરલ કરી સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ સરકાર હવે કેવડિયાનું નામ જ બદલી નાખવા માંગે છે

જેનો ગામેગામે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે એકતા નગર નું નામ કરણ થાય એ પહેલા જ વિવાદ નું કેન્દ્ર બન્યું છે. કેવડિયા આસપાસના સ્થાનિક ગ્રામજનો નું કહેવું છે કે જે વર્ષોથી કેવડિયા નામ ચાલે છે તમામ સ્થાનિકોના ઘરમાં ખેતરોમાં સાહતી પ્રોપર્ટીમાં કેવડિયા નામ છે ત્યારે હવે એકતા નગર કરવું કેટલે અંશે વ્યાજબી ગૂગલ મેપ થી લઈને ફોરલેન ના સાઈન બોર્ડ, અને કેટલું બધું બદલવાનું થાય સ્ટેચ્યુ ઓફ યુનિટી ની એક પ્રતિમા છે એકતા નો અહેસાસ છે પછી એકતા નગરી કરવાનો સુ મતલબ છે.આમ ખરેખર એકતા નગર રેલવે સ્ટેશનનું થયુ એનો વાંધો નથી પણ આખું નગર નું નામ કરણ કરવું એ ખોટું છે. કહી ઉગ્ર વિરોધ ની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/