fbpx
ગુજરાત

ડેભારી ગ્રામ પંચાયતની કચેરીમાં દારૂની મહેફિલ માણનાર સામે તપાસ

ડેભારી ગ્રામ પંચાયતના તલાટી અને અન્ય ચાર વ્યક્તિઓ વિડીયોમાં દેખાય છે. જે દારૂ બંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને ગ્રામ પંચાયતની આસપાસ દારૂની ખાલી બોટલ તેમજ બિયરના ખાલી ટીન પણ જાેવા મળ્યા હતા. અને ગ્રામજનો પણ આ બાબતે દારૂ અને બીયરની બોટલો એકત્રિત કર્યાં હતા. ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ તલાટીનો લુલો બચાવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

કારણ કે, તાલુકા વિકાસ અધિકારીએ આ બનાવને લઇને ગ્રામ પંચાયતની તપાસ આદરી હતી. જેમાં કોઈ પણ પ્રકારના માદક જેવી ચીજવસ્તુઓ મળી આવી નથી તેવુ જણાવ્યુ હતું. ટીડીઓ બી.કે.કટારાએ જણાવ્યું હતું કે, ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશ ચૌહાણની દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થયો છે. જે વીડિયો વાઇરલને લઈને ડેભારી ગ્રામ પંચાયતની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના માદક પ્રકારની ચીજવસ્તુઓ જાેવા મળી નથી તેમજ વિરપુર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે ત્યારે તપાસ દરમ્યાન જે પણ હશે તેની જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવશે. વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.વી. છાસટીયાએ જણાવ્યું હતું કે, વિરપુર તાલુકાના ડેભારી ગ્રામપંચાયતના તલાટીનો ગ્રામ પંચાયતમાં દારૂ પીતો વીડિયો વાઇરલ થયો છે જે સંદર્ભ તલાટી રમેશ ચૌહાણનું સેમ્પલ લેવામા આવ્યું છે.

લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે. જે વીડિયો વાઇરલ થયો છે તે ક્યારનો છે તે ચોક્કસ જાણી શકાય તેમ નથી. માટે સેમ્પલના રિપોર્ટ પછી જ ચોક્કસ દિશામા યોગ્ય પગલાં લઈ શકાય તેમ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તલાટીની દારૂની મહેફિલનો વીડિયો સાચો છે. અમે કામ માટે જઇએ તો દારૂની બોટલો માંગે છે. અમારી માંગણી છે કે, આ તલાટીને બદલે અમને સારો તલાટી આપો. જેથી અમારા વિકાસના કામ થઇ શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/