fbpx
ગુજરાત

સુરત આરટીઓમાં અધિકારી અને એજન્ટ વચ્ચે હાથાપાઈ થઈ

સુરત આરટીઓ કચેરીમાં એજન્ટ અને અધિકારી સાથે હાથાપાઈ અંગે એજન્ટ કહ્યું કે, હું પોતાનું કામ લઈ પહેલા માળે આવેલી એ.આર.ટી.ઓ.ની ઓફિસમાં ગયો હતો જ્યાં હાજર ઇન્ચાર્જ એ.આર.ટી.ઓ. કે.કે.પંચાલે મને ગાળ બોલીને બહાર જવા માટે કહ્યું હતું અને પછીથી આવવા માટે કહ્યું હતું. અધિકારી પંચાલે મને ગાળો આપતાં મે કહ્યું કે, સાહેબ ગાળ નહીં. આટલું જ કહેતા અધિકારી પંચાલે કહ્યું, તારી… હું ગાળો બોલીશ તો તું શું કરી લેશે?

એવુ કહી ફરી તારી ….. કહેતા જ હું અકળાય ગયો હતો અને સામે મે પણ ગાળ આપીને અધિકારી પંચાલનો કોલર પકડી હાથાપાઈ કરી હતી. મા બહેન સમાન ગાળો ન આપવાનું કહેવા છતાં અધિકારી કે.કે. પંચાલ ગાળો ભાંડી રહ્યા હતા. અધિકારી પંચાલ મને ગુસ્સામાં તમાચો મારવા જતા મે કે.કે.પંચાલનો કોલર પકડી લીધો હતો અને ઝપાઝપી કરી હતી. જેમાં પંચાલની વરદીનું બટન પણ તૂટી ગયું હતું. મેં ફક્ત મારો સ્વબચાવ જ કર્યો હતો. મેં કોઈ હુમલો કર્યો નથી. સાહેબે મારી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું.આ આખી ઘટના આર.ટી.ઓ કચેરીમાં તો દિવસભર ચર્ચાતો રહ્યો હતો પણ એજન્ટ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. એજન્ટો અને અધિકારીઓ સમાધાનમાં પડ્યા હતા. મોડે સુધી આ મામલે કોઇ પગલાં લેવાયા ન હતા. અધિકારી પંચાલ દ્વારા પણ આ ઘટનામાં સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવાનો કે હુમલો કરવાની ફરિયાદ મોડી સાંજ સુધી નોંધાવવામાં આવી ન હતી. જેને કારણે આ ચકચારી કેસમાં સમાધાન થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરટીઓ કચેરીમાં એજન્ટોના ગેરકાયદે પ્રવેશ મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાહેબ પાસે હું કામ લઈ ગયો હતો. સાહેબે મને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.મે કહ્યું કે, મા ઉપર ગાળો નહિ આપો તો સાહેબ વધારે અકળાયા હતા અને મને ગાળો ભાંડી તું શું કરી લેશે એમ કહી મને મારવા આગળ આવતા મે સ્વબચાવમાં હાથાપાઈ કરી હતી. એજન્ટ મારી ઓફિસમાં આવી ગેરવર્તન કરવા લાગ્યો હતો.મેં એને બહાર જવાનું કહેતા અકળાયો હતો અને ગેરવર્તન ચાલુ જ રાખ્યું હતું અને હાથાપાઈ કરવા લાગ્યો હતો. એજન્ટ ક્રિમિનલ મેન્ટાલિટીનો છે. થોડા સમય અગાઉ એજન્ટો પર થયેલી કાર્યવાહીને લીધે અકળાયેલો હતો. દુઃખે પેટ અને કૂટે કપાળ જેવી વાત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/