fbpx
ગુજરાત

રાજકોટમાં લેટર બોમ્બ બાદ રોજ પોલીસ સામે નવા વિવાદો આવી રહ્યા છે

રાજકોટમાં રૂ.૧૫ કરોડની છેતરપિંડીનો ભોગ બનેલા મહેશભાઇ સખિયાએ ન્યાય માટે પોલીસ કમિશનર પાસે રજૂઆત કરી ત્યારે તેમની પાસેથી તોડ કરવામાં આવ્યો હોવાની ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. ધારાસભ્યના લેટરબોમ્બ બાદ રાજ્ય સરકારે આ મામલે એડિશનલ ડી.જી.વિકાસ સહાયને તપાસ સોંપી તાકીદે રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી.

બુધવારે મહેશભાઇ સખિયા અને તેના મોટાભાઇ જગજીવનભાઇ સખિયા રાજકોટમાં મીડિયા સમક્ષ રજૂ થયા હતા અને તેમણે અનેક ધડાકા કર્યા હતા. મહેશભાઇ અને કિશનભાઇએ ગાંધીનગરમાં તપાસ ટીમ સમક્ષ નિવેદન આપ્યું હતું, આઠ કલાક સુધી આ પ્રક્રિયા બંધબારણે ચાલી હતી, નિવેદન દરમિયાન એડિશનલ ડી.જી.વિકાસ સહાય, એક એસ.પી. અને એક ટાઇપિસ્ટ હતા અને આઠ કલાક પૂછપરછ ચાલી હતી, જગજીવનભાઇએ કહ્યું હતું કે, છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ક્યારે મળવા ગયા, કમિશનરને મળ્યા બાદ તેણે ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે.ગઢવીને બોલાવ્યા હતા, ગઢવી પોતાની ઓફિસમાં લઇ ગયા બાદ કમિશનરને મળીને પરત આવ્યા હતા અને કમિશનર આરોપી પાસેથી જે રિકવરી થાય તેમાંથી ૩૦ ટકા માગે છે તેવી વાત કરી હતી અને રકઝકને અંતે ૧૫ ટકામાં નક્કી થયું હતું, ત્યારબાદ પીએસઆઇ સાખરાને એક વખત રૂ.૫૦ લાખ અને બીજી વખત રૂ.૨૫ લાખ આપ્યા હતા તે રકમ ક્યાં, ક્યારે અને કોની હાજરીમાં આપી હતી તે સહિતની વાત નિવેદનમાં લખાવી હતી,

જગજીવનભાઇ ઉપરાંત મહેશભાઇ સખિયા અને કિશનનું નિવેદન તપાસ ટીમે નોંધ્યું હતું. જગજીવનભાઇએ આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તમામ માહિતી આપતા એડિશનલ ડી.જી.વિકાસ સહાયે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે કાર્યવાહીનો નિર્દેશ પણ મળ્યો હતો, જગજીવનભાઇએ કહ્યું હતું કે, તપાસ ચાલી રહી છે ત્યાં સુધી કમિશનર અગ્રવાલ, પીઆઇ ગઢવી અને પીએસઆઇ સાખરાને સસ્પેન્ડ કરી દેવા જાેઇએ, જાે તેઓ પોતાને નિર્દોષ માનતા હોય તો કોર્ટમાં જઇ પોતાની નિર્દોષતા સાબિત કરી ફરીથી નોકરી પર આવી શકે. સખિયાની પત્રકાર પરિષદ બાદ ફરીથી મામલો ગરમાયો હતો. જગજીવનભાઇ સખિયાએ આક્રોશ સાથે કહ્યું હતું કે, રાજ્ય સરકારે તપાસ કમિટી નીમી છે, અને જવાબદારો સામે કાર્યવાહી થશે તેવો પૂરતો વિશ્વાસ છે, કમિશનર, પીઆઇ અને પીએસઆઇ સામે એસીબીની તપાસ થવી જાેઇએ, જાે ન્યાય નહીં મળે તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રૂબરૂ મળી પોલીસના કરતૂતો રજૂ કરી તેમની પાસે ન્યાયની માંગ કરીશ. પોલીસ કમિશનર સહિતનાઓ સામે કમિશનબાજીનો આક્ષેપ કરનાર જગજીવનભાઇએ કહ્યું હતું કે, અઢી મહિના પૂર્વે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી સમગ્ર માહિતી આપવામાં આવી હતી, પરંતુ ત્યારે તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી, લેટરબોમ્બ ફૂટ્યો ત્યાં સુધીના અઢી મહિનામાં પોલીસની તોડબાજી ચાલુ જ રહી હતી. જગજીવનભાઇએ કહ્યું હતું કે, પોલીસે ગુનો નોંધ્યા વગર અરજી પરથી કામગીરી શરૂ કરી હતી અને પોતાની પાસેથી રૂ.૭૫ લાખ પડાવ્યા હતા, રક્ષક જ ભક્ષકની ભૂમિકામાં આવી ગયો હતો, તપાસ પૂરી થયા બાદ તેમને પોલીસે પડાવેલા રૂ.૭૫ લાખ પરત મળવા જાેઇએ, અને છેતરપિંડી કરનાર આરોપીઓ પાસેથી તો કાનૂની પ્રક્રિયાથી રકમ પરત મળશે જ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/