fbpx
ગુજરાત

યુવતી અન્ય યુવતી સાથે રહેવા જીદ કરતા માતાએ કાઉન્સેલિંગ કરાવ્યું

અમદાવાદમાં બીએસએનએલ કંપનીમાં ઉચ્ચ અધિકારી માતાએ અમદાવાદના મનોચિકિત્સક પાસે પોતાની દીકરીને લઇને ગયા હતા. ત્યા એવી ફરિયાદ કરી હતી કે, તેમની દીકરી પૂણેમાં આઇટી કંપનીમાં ખૂબ સારા હોદ્દા પર નોકરી કરી રહી હતી. પરતું ઘણા સમયથી તે તેની સાથે રહેતી યુવતીને મુકીને ઘરે આવવાનું બંધ કરી દીધુ છે. દિવાળીના વેકેશન દરમિયાન પણ તે ઘરે આવી ત્યારે તેની બહેનપણીને લઇને આવી હતી.

બન્નેની વર્તણૂક વિચિત્ર પ્રકારની જાેઇ જતા તેમને એકબીજાથી દૂર કરી દેવામાં આવ્યા હતા. પરતું બીજા સપ્તાહે તેમની દીકરી પણ ના પાડવા છતાં પૂણે જતી રહી હતી. માતા અમદાવાદમાં અને દીકરી લાંબા સમયથી એકલી પૂણેમાં રહેતી હતી અને ત્યાં જ નોકરી મેળવી હતી. રૂમ શેર કરતી યુવતી સાથે પરિચય ગાઢ બન્યો હતો. બન્નેની વચ્ચેનો સંબંધ અસામાન્ય હતો. જે મકાનમાં ભાડે રહેતી હતી તે મકાનમાલિકે ઘર ખાલી કરાવતા યુવતીએ તેની માતાને બીજું ઘર શોધવા માટે કહ્યું હતું.

માતાએ મકાનમાલિક સાથે વાત કરતાં ભાંડો ફૂટ્યો હતો. યુવતી સ્ત્રીમિત્ર સાથે લગ્ન માટે જાતિ પરિવર્તનની જીદ પકડીને બેઠી હતી. યુવતીની માતાએ તબીબ સાથેની વાતમાં એવી ચિંતા વ્યકત કરી હતી કે, યુવતી માટે સમાજમાં સારા માંગાં આવે છે પરતું તેને ડર છે કે જાેવા આવનાર યુવકને તે લેસ્બિયન હોવાનું કહી દેશે. તેથી માંગાં માટે પણ ના પાડવી પડે છે. બીજી તરફ દીકરી જેન્ડર ચેન્જ કરાવી ન લે તેનો ડર છે. આ અંગે મનોચિકિત્સક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવા કિસ્સામાં માત્ર મન પર હાવી થયેલો સહવાસ દૂર કરવાનો હોય છે તેના માટે પરિવારની હૂંફ ઘણી જરૂરી છે.

પુણેમાં આઇટી કંપનીમાં નોકરી કરતી ઉચ્ચ શિક્ષિત યુવતી તેની સાથે નોકરી કરતી યુવતી સાથે રહેવા જીદ કરતા તેની માતાએ મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરતા દીકરી લેસ્બિયન હોવાનું ચોંકાવનારું તારણ મળ્યું હતું. ત્યાર બાદ દીકરીએ ટ્રાન્સ જેન્ડર બનવા ઇચ્છા દર્શાવી છે. દીકરીની ઉજ્જવળ કારકિર્દીને બચાવવા માતાએ તબીબી કાઉન્સેલિંગ શરૂ કરાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/