fbpx
ગુજરાત

કરજણ નગરપાલિકા દ્વારા દબાણો દૂર ન કરવા ૨ લાખની માંગ કરી હોવાની રાવ

જૂના બજાર ખાતે અમુક ઇસમો સ્વેચ્છાએ દબાણો દૂર કરી દીધા હતા. જ્યારે કરજણ નગર પાલિકાનો દબાણોનો મુદ્દો ગાંધીનગર સુધીને પહોંચ્યો હતો. જેમાં પેટ્રોલ પંપના માલીકે મૂકેલ કેબિનો રેગ્યુલરાઇઝ કરી આપવાની અરજી કરેલ છે. જેમાં કરજણ નગર પાલીકાના સભ્યો દ્વારા અલગ અલગ રીતે રૂપિયાની માગણી કરેલ હતી. જેમાં દિગ્વિજયસિંહ અટોદરિયા ઉર્ફે પપ્પુભાઈએ વાયા વાયા ૨ લાખ રૂપિયાની માગણી કરી હતી. કરજણ નગર પાલિકાની તમામ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પેટ્રોલ પંપના માલીક દ્વારા મારી સામે ૨ લાખ રૂપીયા માંગ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. એ આવા આક્ષેપ તો લાગ્યા કરે. નાના ગરીબોના દબાણો હટાવવામાં આવે તો મોટા લોકોના દબાણો કેમ નહીં. વિરોધ પક્ષના નેતા તરીકે લોકો મને રજૂઆત કરે છે.

અમારા દબાણો હટે છે તો આ લોકોના કેમ નહીં? ખોટા આક્ષેપો થયા કરે. કાયદાની અજ્ઞાનતામાં પેટ્રોલ પંપની બાજુમાં મેં કેબીનો મુક્યા હતા. જે કેબીનો રેગ્યુલરાઈઝ કરવા માટે નગરપાલિકામાં અરજી કરી હતી. આ બાબતે અગાઉ નગરપાલિકાના સભ્યો દ્વારા આડકતરી રીતે મારી પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. દોઢ વર્ષ પહેલાં કરજણ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા દિગ્વિજયસિંહ ઉર્ફે પપ્પુભાઈ મારી પાસે ૨ લાખ રૂપિયાની માગણી કરી હતી. મેં કીધું ૨ લાખ સેના. મારી પ્રાઇવેટ જગ્યા હોવા છતાં પાલિકાએ દબાણો કાઢ્યા છે. પપ્પુ અટોદરિયા વોર્ડ નંબર ૩માં કેબિનો મુકાવ્યા છે. એ કેમ હટાવવામાં આવતા નથી. કરજણ જુના બજાર વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ અને ધાવટ ચોકડીના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા રૂપીયા માંગવામાં આવ્યા એવુ મારા ધ્યાન પર નથી આવ્યું. સમયાંતરે દબાણો દૂર થાય છે.કરજણ નગર પાલીકા વિરોધ પક્ષના નેતાએ કરજણ નગર જૂના બાજાર ખાતે આવેલ ધાવટ ચોકડી પાસેના દબાણો દૂર કરવાની અરજી કરતા કરજણ નગર પાલીકાની દબાણ શાખા દ્વારા ગુરુવારે જૂના બજાર ખાતેના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં કરજણ નગર પાલીકાના સભ્યો દ્વારા વિરોધ પક્ષના નેતા પર રૂપિયા માંગવાનો આક્ષેપ લગાવવામા આવ્યો છે. આમ જ્યારે બીજી તરફ કરજણ નગર પાલીકા સભ્યના શોપિંગ સેન્ટર બહાર પણ પતરાના કેબિનો મૂકવામાં આવેલ છે એ દબાણો દૂર થશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે. આમ કરજણ દબાણોનો વિવાદ ગાંધીનગર સુધીને પોહોંચ્યો છે.કરજણ નગર પાલિકા વિસ્તારમાં જુના બજાર પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ગેરકાયદેસર દબાણો બાબતે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દિગ્વિજયસિંહ ઉર્ફે પપ્પુભાઈએ નગરપાલિકામાં ધાવટ ચોકડી પરના પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કેબિનોના દબાણો દબાણો દૂર કરવા માટેની અરજી કરી કરી હતી. જેના અનુસંધાને કરજણ નગર પાલિકાની દબાણ શાખા દ્વારા ગુરૂવારના રોજ દબાણો દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/