fbpx
ગુજરાત

અન્ય દોષિત ૧૧ આરોપીને પણ ફાંસી આપવી જાેઈએ : મોડાસાના મૃતકના પિતા

અમદાવાદમાં વર્ષ ૨૦૦૮માં આતંકવાદીઓએ ઠેરઠેર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરતાં મોડાસાના તબીબ દંપતી સિવિલના ટ્રોમા સેન્ટરમાં આતંકવાદીઓના નાપાક કૃત્યનો ભોગ બન્યા હતા. આટલા વર્ષો બાદ કોર્ટ દ્વારા ઉપરોક્ત કેસનો ચુકાદો આવતાં બ્લાસ્ટમાં પુત્ર અને પુત્રવધૂ ગુમાવનાર મોડાસાના આર.પી. શાહે ૩૮ આરોપીઓની ફાંસીની સજા શિરોમાન્ય ગણાવી હતી અને આ કૃત્યમાં ૧૧ આરોપીઓને પણ ફાંસીની સજા થાય તે માટે માંગ હતી. શાહ પરિવારે કોર્ટના ઐતિહાસિક ચુકાદા માટે અને રાજ્ય પોલીસને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સેલ્યુટ કરી હતી. બીઓબીમાં ફરજ બજાવતા અને વર્ષ ૨૦૧૫ માં નિવૃત્ત થયેલા મોડાસાના આર.પી. શાહના પુત્ર પ્રેરક શાહ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં અભ્યાસ કરીને ઓર્થોપિડીક સર્જન થયા હતા અને તેમના પત્ની ડો. કિંજલ શાહ પણ માસ્ટર ઇન માઇક્રોબાયોલોજી હતા તા. ૨૬ જુલાઈ વર્ષ ૨૦૦૮માં ડો. પ્રેરક શાહના પત્ની ડો. કિંજલ શાહ પ્રેગનેન્ટ હોવાથી તેઓ પત્નીને લઈને હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન ફરજ પરના ઇન્ચાર્જ તબીબે ડો. પ્રેરક શાહને અમદાવાદમાં બ્લાસ્ટ થયા હોવાથી તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા જણાવતાં ડોક્ટર દંપતી હોટલ ઉપર જવા નીકળ્યું હતું.

દરમિયાન ઝડપથી ક્વાટર પહોંચવા ટ્રોમા સેન્ટરથી પસાર થતો ટૂંકો રસ્તો પસંદ કરતા કમનસીબે ના પાક આતંકવાદીઓએ ટ્રોમા સેન્ટરમાં જ સૌથી મોટો પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ કરતાં ડો. પ્રેરક શાહ અને તેમના ગર્ભવતી પત્ની ડો. કિંજલ શાહ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બન્યા હતા. કોર્ટે ઇતિહાસમાં પ્રથમવાર ૩૮ આરોપીઓ કે જે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તેમને ફાંસીની સજા ફટકારી તે શિરોમાન્ય છે. પરંતુ આ જ ધન્ય કૃત્યમાં સંડોવાયેલા અન્ય ૧૧ આરોપીઓને જન્મટીપની સજાના બદલે ફાંસીની સજા ફટકારવામાં આવે અને સમાજમાં ઉત્તમ દાખલો બેસે તે માટે આવનાર સમયમાં કોઈ આવું જધન્ય કૃત્ય કરવા પણ વિચારે નહીં તે માટે ૧૧ આરોપીઓ ને ફાંસીની સજા સજા મળે તે માટે માગણી કરી છે. શાહ પરિવારે બોમ્બ બ્લાસ્ટમાં ૫૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમને અને તેમના મૃતક ડો. દંપતીના આત્માને આજે શાંતિ મળી હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/