fbpx
ગુજરાત

પાવાગઢમાં ખોદકામ કરતા પૌરાણિક તોપના ગોળા અને લોખંડના નાળચા મળ્યા

યાત્રાધામ પાવાગઢના માચી ખાતે જિલ્લા પંચાયત હસ્તકની જમીનમાં વર્ષો જૂની ધર્મશાળા આવેલ હતી. જે તોડીને તે સ્થળે માચી ચોક બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાંજેસીબી મશીન દ્વારા ખોદકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન જમીનમાં થોડા ફૂટ ઊંડે ખોદકામ કરતા મોટી સંખ્યામાં ગોળાકાર પૌરાણિક દુર્લભ એવા તોપના ગોળા અને લોખંડના નાળચા મળી આવ્યા હતા. મરાઠા યુગના રજવાડાઓના સમયમાં યુદ્ધના સમયે લશ્કર દ્વારા કિલ્લા દીવાલો તોડવામાં વપરાતા તોપના ગોળાઓ અને લોખંડના નાળચાઓ મળી આવ્યા હતાં. જે અંગે તાત્કાલિક બનાવની જાણ વહીવટી તંત્ર તેમજ પુરાતત્વ વિભાગને કરતાં ટીમ આવી પહોંચી હતી અને કામગીરી અટકાવી દીધી હતી. જ્યારે વાત વાયુવેગે પંથકમાં ફેલાતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પાવાગઢ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. જ્યારે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ રાજા રજવાડાંઓના સમયના મળી આવેલ તોપના ગોળા અને નાળચાઓ અંગે અભ્યાસ હાથ ધરી મળી આવેલ અતિ પ્રાચીન એવા તોપના ગોળાઓ અને નાળચાઓના ઇતિહાસ અંગેની તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, થોડા સમય પહેલા સાત કમાન પાસે થી શીલા લેખ અને એક તોપ મળી આવી હતી. માચી ખાતે જર્જરિત જૂની હવેલી ધર્મશાળાનું ડિમોલેશન કરી જગ્યા ખુલ્લી કરી ૧૨૦ મીટર મા આકાર પામનાર માતાજી ના ગરબા સહીત પૂજા અર્ચના માટે આકાર પામનાર ચાચર ચોકની કામગીરી દરમિયાન ખોદકામ કરતા ૩થી ૫ કિલોના ૩૦૦ ઉપરાંત તોપ ગોળા મળી આવ્યા હતાં.

ઇન્સેટમાં નાળચાનો જથ્થો જણાય છે. ૧૭૬૧મા પાણીપત નું ત્રીજું યુદ્ધ થયું હતુ. જેમાં એહમદશાહ અબદલ્લી ને લઇ મરાઠા યુગ ને મોટુ નુકસાન થયું હતુ. તે સમયે મરાઠા યુગ ના સેનાપતી મહાદજી સીંધીયા નું હેડક્વાર્ટર ગવાલીયર અને પંચમહાલ હસ્તક આપેલ જેનું હેડક્વાટર ચાપાંનેર બનાવેલ. જેની દેખભાળ સુબાઓ કરતા હતાં. સુબાઓ માચી હવેલીની નીચે બનાવેલ ભોંયરા મા તોપગોળા સસ્ત્રો સહીત નો સરંજામ મુકતા હતા. ખોદકામ સમયે પૌરાણિક તોપગોળા સહિતની સામગ્રી મળતા એક દિવસ પૂરતું કામ બંધ કરાવ્યું છે. વડોદરાથી ટીમ સાથે હું ઘટનાસ્થળે આવીશું બાદ આગળની કાર્યવાહી કરાશે.વર્લ્‌ડ હેરિટેજ સાઇટના પાવાગઢના માચી ખાતે આકાર પામનાર ચોકના ડેવલોપમેન્ટના કામ અંતર્ગત ખોદકામ કરતી વખતે આદિકાળ સમયમાં યુદ્ધમાં વપરાતા તોપના ગોળાઓ અને લોખંડના નાળચા સહીત નો સરંજામ મળી આવ્યો હતો. પુરાતત્વ વિભાગના અધિકારીઓ પોલીસ ઘટના સ્થળે પહોંચી ખોદકામની કામગીરી અટકાવી દીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/