fbpx
ગુજરાત

ઓનલાઈન શિક્ષણથી તરુણોમાં ઈન્ટરનેટનું એડિક્શન લાગ્યું

દેશભરમાં કોરોના મહામારીના લીધે જ્યારથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામા આવ્યું ત્યારથી તરુણો અને યુવાનો પર સ્માર્ટ ફોન અને નેટની કેવી અસરો થઇ છે તે જાણવા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જાેગસણના માર્ગદર્શનમાં એમ.એ.ની વિદ્યાર્થિની કર્તવી ભટ્ટે ૨૭૦ તરુણો અને ૩૬૦ યુવાનો પાસેથી માહિતી મેળવી કરેલા સર્વેના તારણોમાં મોબાઈલના અતિરેક તરફ આંગળી ચીંધાઈ છે. સર્વેમાં ૪૫% યુવાનો ઈન્ટરનેટની લતથી ગ્રસિત છે અને જેની તેમના જીવન પર નકારાત્મક અસર પડી રહી છે. ૧૩થી ૧૮ વર્ષના લગભગ ૮૧% બાળકો દરરોજના બે કલાક ઈન્ટરનેટ સાથે પસાર કરે છે.

આમાંના લગભગ ૧૩થી ૧૪% કિશોર દિવસના ચાર કલાક ઇન્ટરનેટ સાથે પસાર કરે છે. સર્વેમાં સામે આવ્યું છે કે દર પાંચમાંથી એક બાળક સાઇબર બુલિંગ નો શિકાર બને છે. ઇન્ટરનેટ પર વધારે સમય પસાર કરવાથી અભ્યાસ પર અને મૂડ પરિવર્તન પર અસર પડી શકે છે. રોજના ૫ થી ૧૦ કલાક ઓનલાઈન રહેવું, ઘરમાંથી બહાર ઓછું નીકળવું, જમતી વખતે અથવા કોઈ કાર્ય કરતી વખતે પણ સ્ક્રીનની સામે રહેવું, મિત્રો અને પરિવાર સાથે સારી રીતે ન રહી શકે, વારંવાર ઈમેલ ચેક કરવા, પોતાને અનુભવી નેટ યૂઝર્સ સમજવું, અભ્યાસ વખતે પણ ઓનલાઈન રહેવું, હંમેશા પોતાને એકલા અને રૂમમાં વધારે કમ્ફર્ટેબલ માનવું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/