fbpx
ગુજરાત

પહેલા કરવાનું હતું એ ના કર્યું, હવે થોડા લોકોને લાવી ફોટો પડાવે છે મંત્રીઓ, હજુ ત્યાં રહેલા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ખરાબ છે : શક્તિસિંહ

દ્વારકામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ચિંતન શિબિર દરમિયાન યુક્રેનમાં પરત લાવવામાં આવી રહેલા અને કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે તે અંગે જણાવ્યું કે, 15 ફેબ્રુઆરીએ જે કરવાનું હતું એ ના કર્યું અને હવે થોડા લોકોને લાવી પ્લેનમાં ફોટો પડાવી રહ્યા છે મંત્રીઓ પરંતુ હજુ પણ ત્યાં રહેલા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ખરાબ છે.   વધુમાં કહ્યું જે રીતે થોડા લોકોને લઈને આવો અને પોતાની ભૂલ સ્વીકારતા નથી. કેમ કે 15 ફેબ્રુઆરીએ તેમનું ધ્યાન દોર્યું હોવા છતાં, ખબર હોવા છતાં પણ પોતાની ભૂલ થઈ ગઈ હોય એવું કહેતા નથી. અને પોતે જાણે બહુ મોટી સિદ્ધી મેળવી લીધી હોય અને કેન્દ્રીય મંત્રીઓ વિદ્યાર્થીઓને સાથે ઉભા રહી પ્લેનમાં ફોટા રહ્યા છે.   પરંતુ પરિવારના સભ્યોમાં જે રોકકડ જોવા મળી રહી છે, વિદ્યાર્થીઓના વીડિયો જીવ મળે છે એ આપણે જોઈ શકીએ છીએ.    કેમકે યુક્રેનમાં હજુ ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિડીયો વિદ્યાર્થી ખુદ બનાવીને મોકલી રહ્યા છે શેના માટે આ પ્રકારે પ્રસિદ્ધિના નાટકો કરી રહ્યા છો, પહેલા તો માફી માગો ગુજરાત અને દેશની કેમ કે આ ભૂલ હતી. 15 ફેબ્રુઆરી કહેવા છતાં પણ કોઈપણ પ્રકારની તકેદારી ના લીધી જોકે તેમણે એ સ્વીકારવું જોઈએ કે અમારી આ ભૂલ હતી જેમાં વિધાર્થીઓને પરત લાવવામા સરકાર નિષ્ફળ ગઈ છે.   જીતુ વાઘાણીએ કહ્યું,, સંવેદના હોય તો આ વાતને વધાવી જોઈએ વિદેશોમાં જ્યારે આ પ્રકારની તકલીફો થતી હોય છે ત્યારે કેવી રીતે એને કઈ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ લાવવામાં આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ વર્ષોથી બહાર રહી છે અને બહાર રહેવાની છે આ પ્રકારના નિવેદનથી દુઃખ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/