fbpx
ગુજરાત

પતિએ પત્ની સહિત સાસરિયા સામે મારઝૂડની ફરિયાદ કરી

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય યુવકે પોલીસ સમક્ષ પત્ની અને છ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કથિત રીતે સાતેય લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને સૌથી પહેલા તેના માતા-પિતા બાદમાં તેને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદી પતિએ ફરિયાદમાં કહ્યું હતું કે તેમણે સેટેલાઈટમાં રહેતી મહિલા સાથે વર્ષ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. ૨૦૧૮માં બંને વચ્ચે વૈવાહિક વિખવાદ થતાં તેમણે સાથે રહેવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેણે તેના પરિવારના સભ્યો તેમજ તેના પર દહેજ માટે હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુવકની પત્ની, તેના માતા-પિતા તેમજ પરિવારના અન્ય ચાર સભ્યો તેના ઘરમાં ઘૂસી ગયા હતા.તેમણે યુવકના માતા-પિતા સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું હતું. યુવક માતા-પિતાને બચાવવા દોડી ગયો હતો પરંતુ તેની પત્ની અને તેના પરિવારના સભ્યોએ તેને ધક્કો આપીને માર માર્યો હતો. યુવકે જણાવ્યું હતું કે, જ્યારે તેની માતાએ તેની પત્ની અને અન્યને અટકાવ્યા તો બધાએ તેમને ખૂબ માર માર્યો હતો.

યુવકે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને તેની પત્ની તેમજ તેના પરિવારના છ સભ્યો સામે ગુનાહિત કૃત્ય, ગેરકાયદેસર રીતે ભેગા થવાની અને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદિ પતિની પત્નીએ પણ સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે તેના પરિવારના સભ્યો સાથે વૈવાહિક વિખવાદને લઈને પતિના ઘરે ગઈ તો ત્યારે તેણે અને તેના પરિવારે મળીને તેને ફટકારી હતી.મહિલાએ આક્ષેપ લગાવ્યો હતો કે, જ્યારે તેણે ડિવોર્સ માગ્યા ત્યારે પતિએ તેને અને તેના માતા-પિતા પર પણ હાથ ઉપાડ્યો હતો. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, તેના પતિએ તેને ક્યારેય ડિવોર્સ ન આપવાની વાત કરી હતી અને ફેમિલી કોર્ટની પ્રક્રિયામાં પણ હાજર ન રહેવાનું કહ્યું હતું.અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે થતો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચવાની અનેક ઘટનાઓ સામે આવે છે. દહેજ માટે પત્નીને સાસરિયાઓ તરફથી હેરાનગતિ કરવા તેમજ કામ ધંધા વિના બેકાર બેઠેલા પતિ તરફથી પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની અને સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પતિએ જણાવ્યું છે કે બળજબરી પૂર્વક પત્ની સહિત સાસરિયાના લોકો ઘરમાં ઘૂસ્યા અને માતા-પિતા અને તેને માર માર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/