fbpx
ગુજરાત

ગોત્રી હોસ્પિટલમાં આધુનિક સાધનોથી સજ્જ ડાયાલિસિસ સેન્ટર શરૂ

ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે રાજ્યમાં દર ૩૦ થી ૪૦ કિ.મી.ના અંતરે ડાયાલિસિસ ની અદ્યતન સુવિધા મળે એવું લક્ષ્ય રાખીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૩૧ જગ્યાઓએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત કર્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી અને આરોગ્ય રાજ્ય મંત્રીએ આ સુવિધાઓનું વિધિવત ઈ લોકાર્પણ કર્યું હતું. ગોત્રીના ઉપરોક્ત સરકારી દવાખાનામાં ૧૫ અદ્યતન ડાયાલિસિસ યંત્રો અને જરૂરી સ્ટાફથી સુસજ્જ આ સેન્ટર લગભગ છેલ્લા સાડા ત્રણ મહિનાથી સેવા આપી રહ્યું છે.

આ સમયગાળામાં અહીં જરૂરિયાતમંદ કિડની રોગીઓને ૬૨૦ ડાયાલિસિસ કરી આપવામાં આવ્યા છે. અને તેમને આ સુવિધા સરકારી આરોગ્ય સેવાના ભાગરૂપે વિનામૂલ્યે મળી છે. એની ખાસ નોંધ લેવી ઘટે. અહીં કોરોનાપીડિત હોય તેવા ડાયાલિસિસની જરૂરવાળા દર્દીઓ માટે અલાયદી આઇસોલેટ સુવિધા રાખવામાં આવી છે. આ પ્રોગ્રામનું સંચાલન સ્વ. ડો.એચ.એલ.ત્રિવેદીની દૂરંદેશીના પ્રતીકરૂપ આઇ.કે.ડી.આર.સી.કરે છે અને ગોત્રીનું કેન્દ્ર ઉપરોક્ત સંસ્થાના માર્ગદર્શન હેઠળ મેડીસિન વિભાગ દ્વારા થઈ રહ્યું છે. નેફ્રોલોજિસ્ટ ડો. મનીષ ડાભી અને મેડીસીન વિભાગના તબીબો, ઉપરોક્ત સંસ્થાએ પ્રતીનીયુક્ત કરેલા ડાયાલિસિસ ટેકનીશ્યન હેમાંગીની પારઘે અને અન્ય ટેકનિકલ,નર્સિંગ અને સહાયક સ્ટાફના સહયોગથી તેનું સંચાલન કરી રહ્યાં છે. ગોત્રી હોસ્પીટલમાં દાખલ હોય તેવા ડાયાલિસિસની જરૂરવાળા દર્દીઓ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને આ પ્રક્રિયાની જરુર હોય તેવા દર્દીઓને પણ વિનામૂલ્યે તેનો લાભ આપવામાં આવી રહ્યો છે.

ગોત્રી હોસ્પિટલની ઇમારતના ચોથા માળે આ સેન્ટર કાર્યરત છે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, અગ્રણી ડો.વિજય શાહ, ગોત્રી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિશાલા પંડ્યા, મેડિકલ કોલેજ, ગોત્રીના ડીન ડો.મયુર અડાલજા, તબીબો, સ્ટાફ અને લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ શુક્લાજી ઉત્તર પ્રદેશના વારાણસી ગ્રામીણ ક્ષેત્રના નિવાસી છે. કિડનીના રોગથી પીડિત આ દર્દીને સમયાંતરે નિયમિત ડાયાલિસિસ( કિડની ની ક્ષમતા ઘટી જવાને લીધે શરીરમાં વહેતા લોહીનું કરવામાં આવતું તબીબી ઉપકરણો આધારિત શુદ્ધિકરણ) કરાવવું પડે છે. વારાણસી, લખનૌ સહિત વિવિધ જગ્યાએ તેઓ ફર્યા તે પછી વડોદરાની જી.એમ.ઈ.આર.એસ.,હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરમાં સરળ અને સરસ સુવિધા મળતાં આ દર્દીએ વડોદરામાં મકાન ભાડે લઈ લીધું છે અને આ સુવિધાનો જરૂર પ્રમાણે તેઓ લાભ લઈ રહ્યાં છે.ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જી.એમ. ઈ.આર.એસ., હોસ્પિટલ,ગોત્રી ખાતે અત્યાધુનિક સાધનોથી સજ્જ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ ડાયાલિસિસ સેન્ટરમાં સાડા ત્રણ મહિનામાં ૬૨૦ ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. નોધનિય છે કે, આ સેન્ટરમાં વારાણસીના વતની વડોદરામાં ભાડાનું મકાન રાખી ડાયાલીસીસ કરાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/