fbpx
ગુજરાત

એનએસયુઆઈના અલગ અલગ ૯ નેતાઓને દિલ્હી બોલાવાયા

એનએસયુઆઈના નવા પ્રદેશ પ્રમુખ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાના ૯ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં અમદાવાદથી ભાવિક સોલંકી, સંજય સોલંકી, ગૌરાંગ મકવાણા, દિગ્વિજય દેસાઈ, આસિફ પવાર, નૈતિક શાહ, યશરાજ ગોહિલ રાજકોટથી રોહિત રાજપૂત, નરેન્દ્ર સોલંકી, પોરબંદરથી તીર્થરાજ બાપોદરા અને ગીર સોમનાનથી અભય જાેટવાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદન સહિતની કમિટી દ્વારા આ નેતાઓનો ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. આ તમામ લોકોના ઇન્ટરવ્યૂ કરીને તેમાંથી ગુજરાત એનએસયુઆઈ નવા પ્રદેશ પ્રમુખ નક્કી થશે. સાથે જિલ્લાના પ્રમુખ સંગઠન નક્કી કરશે. ૨૦ માર્ચ સુધી તમામ હોદ્દાઓ પરના નામ નક્કી કરીને જાહેર કરવામાં આવશે. કોંગ્રેસમાં અત્યારે હાર્દિક પટેલના જૂથને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

યુથ કોંગ્રેસના પ્રમુખ પણ હાર્દિક પટેલના નજીકના છે જેથી યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પણ હાર્દિકે મદદ કરી હતી જેથી એનએસયુઆઈ ના પ્રદેશ પ્રમુખની હાર્દિક પટેલ હસ્તક્ષેપ કરે તો ૯ નેતાઓમાંથી તેમના સમર્થકને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નીમવામાં આવે તો નવાઈ નથી.ગુજરાત કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ ગઈ છે. પરંતુ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈને નવા પ્રદેશ પ્રમુખ હજી સુધી મળ્યાં નથી. ત્યારે રાજ્યમાં એનએસયુઆઈમાં અલગ અલગ જવાબદારી સંભાળી રહેલા ૯ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. આ નેતાઓનું દિલ્હીમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ સહિતની કમિટી ઈન્ટરવ્યૂ કરશે અને તેમાંથી કોઈ એક નેતાને રાજ્યમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ બનાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/