fbpx
ગુજરાત

વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના આશીર્વાદ મેળવી સાથે ભોજન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપીને તેઓ તેમનાં માતા હીરાબાને મળવા માટે રાયસણ પહોંચ્યા હતાં. મા હીરાબાના આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા સહિતના પરિવાર સાથે જમ્યા હતા. વડાપ્રધાન મોદીએ બા સાથે એક કલાક કરતાં વધારે સમય ગાળ્યો હતો. વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા સહિતનો પરિવાર રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝમાં રહે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનનું પદ શોભાવી રહેલા નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા તથા પંકજભાઇ સહિતનો પરિવાર વર્ષોથી સેક્ટર ૨૨માં આવેલા સરકારી મકાનમાં રહેતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પણ હીરાબા સહિતનો પરિવાર એક સામાન્ય પરિવારની જેમ કોઇપણ જાતની વિશેષ સુવિધા વગર સરકારી મકાનમાં રહેતો હતો.

મોદી વડા પ્રધાન બન્યા બાદ તેના પરિવારની સુરક્ષા અંગે પણ ચર્ચા જાગી હતી. ત્યાર બાદ પરિવાર ત્યાં શિફ્ટ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ૪ રાજ્યમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ તેઓ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે છે. ૧૦ મહિના બાદ ગુજરાત આવેલા વડાપ્રધાન મોદીએ આખો દિવસ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. જાેકે હંમેશાં તેઓ ગુજરાત આવે ત્યારે પોતાનાં માતા હીરાબાને મળવા માટે પહોંચતા જ હોય છે. મોટે ભાગે તેઓ સાંજ પછી જ માતાને મળવા માટે જતા હોય છે. આ શિરસ્તો તેમણે આ પ્રવાસમાં પણ જાળવી રાખ્યો હતો. તેઓ માતાને મળવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે માતાના આશીર્વાદ લેવા પહોંચતા હોય છે, પરંતુ છેલ્લાં ૨ વર્ષથી તેઓ માતાને મળી શક્યા નહોતા. રાતે તેઓ તેમના ભાઇ પંકજ મોદીના ઘરે ગાંધીનગર ખાતે રહેતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા. રાતનું ભોજન પણ માતા સાથે જ લીધું હતું. આ ઉપરાંત તેમણે માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/