fbpx
ગુજરાત

ગાંધીનગર સચિવાલયમાં એજન્સીએ કર્મચારીઓનો પગાર કાપી લેવાની ચર્ચા

ગુજરાતની રાજધાની ગાંધીનગરના નવા સચિવાલયમા મેનપાવર પુરો પાડતી એક વગદાર એજન્સી દ્વારા કર્મચારીઓનો એક દિવસનો પગાર કાપી લેવાયો હોવાનો સચિવાલયમાં ગણગણાટ સાંભળવા મળે છે. ફેબ્રુઆરીમા પુરો પગાર આપવાની જગ્યાએ એક દિવસનો પગાર ઓછો આપતા કર્મચારીઓમા છુપો રોષ જાેવા મળી રહ્યો છે. ગાંધીનગરના નવા સચિવાલયમા વગદાર એજન્સી દ્વારા મેન પાવર પુરો પડાઈ રહ્યો છે. ડ્રાઇવર, પટાવાળા, હાઉસ કીપીંગ સહિત કુલ આશરે ૧ હજાર કર્મચારી નોકરી કરે છે.એજન્સીમા નોકરી કરતા એક હજાર કર્મચારીના ગત ફેબ્રુઆરીના પગારમાંથી ૩૦૦ રૂપિયા કાપી લીધા છે.

કર્મચારીઓએ નામ નહિ આપવાની શરતે કહ્યુ કે, સરકારમા એજન્સીને એક મહિનાની રીતે પગાર ચૂકવાય. જ્યારે આ એજન્સીએ ગત ફેબ્રુઆરીના પગારમાથી ૩૦૦ રૂપિયા કાપી લીધા છે. અમે આ બાબતે ઉપર રજૂઆત કરીએ તો અમને નોકરીમાંથી કાઢી મુકવામા આવી શકે છે, પરિણામે અમે ખુલીને બહાર આવતા નથી. એક હજાર કર્મચારીની ગણતરી કરવામા આવે તો પણ ૩ લાખ રૂપિયાની સામાન્ય કર્મચારીઓના પગારમાંથી કટકી કરાયાની ચર્ચા છે. આ એજન્સીનો કોન્ટ્રાક્ટ રાજ્યના અનેક જિલ્લામા ચાલી રહ્યો છે. ત્યારે આ તો માત્ર નવા સચિવાલય પુરતો પગાર કાપ સામે આવ્યો છે. પરંતુ અન્ય જિલ્લાના કર્મચારીઓને પણ ૨૮ દિવસ પ્રમાણે જ પગાર અપાયો હોય તેવી શંકાઓ પણ કર્મચારીઓ કરી રહ્યા છે. આ બાબતે રાજ્યની સરકાર જાગે અને નાના કર્મચારીઓને ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યા છે.ત્યારે આ અંગે તપાસ થવી જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/