fbpx
ગુજરાત

પાટણના રાફૂ ગામની ગર્ભવતી મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલીવરી કરાવી

પાટણ જિલ્લામાં કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સની આરોગ્ય સેવા જરૂરિયાતમંદ માટે આશીર્વાદ સમાન બની રહી છે. ત્યારે ૧૦૮માં ફરજ બજાવતાં સ્ટાફની કામગીરી પણ સરાહનીય રહેવા પામી છે. પાટણ પંથકના રાફુ ગામે પ્રસવ પીડાનો કેસ બાસ્પા ૧૦૮ને મળતા ૧૦૮માં ફરજ બજાવતા પાયલોટ અને ઈએમટી તાત્કાલિક ગામે પહોંચ્યા હતાને પ્રસવ પીડા ભોગવી રહેલી મહિલાને ડીલેવરી અર્થ રાધનપુર હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં પ્રસુતિ મહિલાને પ્રસવ પીડા ઉપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ ફરજ બજાવતા ઈએમટી અજય દરજી દ્વારા ચાલુ એમ્બ્યુલન્સે મહિલાની ડીલીવરી કરાવી બાળક તથા માતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ બાસ્પા એમ્બ્યુલન્સ દ્વારા માતા અને બાળક ને રાધનપુર સીએસસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં માતા અને બાળક બન્ને તંદુરસ્ત હોવાનું ફરજ પરના તબીબે જણાવતા પ્રસૃતિ મહિલાનાં પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સની આરોગ્ય સેવા ને બિરદાવી ફરજ બજાવતા ઈએમટી અને પાયલોટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/