fbpx
ગુજરાત

વડનગરમાં વર્ષોથી ઘેરૈયા ચૌદશની ઉજવણી થાય છે

વડનગરમાં ઉજવાતી ૮૦૦ વર્ષ જૂની ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઇ ઘેર ઘુમે છે અને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદી જ પ્રકારે ઘેર રમે છે. આમ બાળકની પ્રાપ્તિ, ધનધાન્યની વૃદ્ધિ અને આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ હાલમાં પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે.મહેસાણા જિલ્લાના વડનગરમાં વર્ષોથી ફાગણ સુદ ચૌદશને ઘેરૈયા ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે.

જેમાં બાળકની પ્રાપ્ત થાય તેવી આશા સાથે આ ઉજવણી કરવામાં આવે છે. વડનગરના મોઢ બ્રાહ્મણો દ્વારા ૮૦૦ વર્ષ કરતા વધુ સમયથી ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવે છે. જે પરિવારના ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ હોય ત્યાં ગુલાલથી વધામણા કરવામાં આવે છે અને જે પરિવાર સંતાન ઇચ્છતો હોય તે આ દિવસે વિશેષ માનતા માનતો હોય છે. ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઇ ઘેર ગુમે છે અને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદી જ પ્રકારે ઘેર રમે છે. વડનગરના કોઈ પણ સમાજની અંદર સંતાન પ્રાપ્તિ થાય ત્યારે આ એ બાળકને લઇ પરિવાર આવે છે અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા તેમના પર ગુલાલ નાખવામાં આવે છે. ઐતિહાસિક નગરી વડનગરમાં ગઈકાલે બુધવારે પણ ઘેરૈયા ચૌદશ ઉજવાઈ હતી. મોઢ બ્રાહ્મણો દ્વારા ૮૦૦ વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા ભક્ત પ્રહલાદની દંતકથા સાથે પુત્ર પ્રાપ્તિ અને સુખાકારી હેતુ ઈશ્વરીય શક્તિની આરાધના કરી જાળવી રાખવામાં આવી છે.

વડનગરમાં વર્ષો જૂની આ પરંપરા પાછળ એક દંતકથા પણ જાેડાયેલી છે, જેમાં ભક્ત પ્રહલાદની હોલિકા દહનની હિરણ્યકશ્યપ દ્વારા રાજ્ય સભામાં અસુરી વૃતિ સાથે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે મોઢ બ્રાહ્મણોએ અસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી “ભોમ છડી”ના નાદ સાથે હોલિકા દહન પહેલા ભક્ત પ્રહલાદ માટે પ્રાર્થના કરી હતી. અંતે અસત્યનો પરાજય અને સત્યનો વિજય થતા ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી. જે છેલ્લા ૮૦૦ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/