fbpx
ગુજરાત

કેવડિયાની જંગલ સફારીમાં લવાયેલા ૧૬૩ પશુ-પંખીમાંથી ૪૯ પ્રાણીઓના મોત

વિધાનસભામાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, વિદેશથી ૨૨ પ્રાણીઓ લવાયા હતા જેમાંથી આઠનાં મોત થયા છે.વિદેશથી લવાયેલા પશુઓમાં ૫ અલ્પાકા, ૪ લામા,૫ વોલ્બીઝ,૫ જિરાફ, ૩ ઝિબ્રા, ૩ વિલ્ડબિસ્ટ અને ૨ ઓરીક્સનો સમાવેશ થાય છે. જેમાંથી ૩ અલ્પાકા, ૩ વિલ્ડબિસ્ટ, ૨ લામા, ૨ ઓરીક્સ, ૨ વોલ્બીઝ, એક જિરાફ અને એક ઝિબ્રા જીવિત રહ્યા છે. વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં મોત થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોમાં લવાયેલા ખિસકોલી, લીલા ઈગુઆના, કપૂચિન વાંદરા, કાળો દીપડો, ઘરિયાલ જેવા અનેક પશુ, પંખીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં જીવિત છે.

જાે કે, જળ પ્લાવિત ક્ષેત્રોમાં રહેતા ૭૮ કોનર્સમાંથી ૨૯નાં મોત થયા છે. માત્ર કોનર્સ જ નહી, વિવિધ પ્રકારના મકાઉ, ફિસેન્ટ જેવા પક્ષીઓમાં પણ શ્વસન, રૂધિર તંત્રની નિષ્ફળતા તેમજ શોક લાગતા મૃત્યુ થયા છે. વિદેશથી લાવવામાં આવેલા ૨૨ પૈકી માત્ર ૧૪ જ પશુ-પંખીઓ હાલમાં જીવિત છે. જ્યારે બે ઝિબ્રા અને બે વોલાબી, બે લામા અને બે અલ્પાકા સહિત કુલ ૮નાં મૃત્યુ થયા છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પૂરા થયા બે વર્ષમાં કુલ ૮.૩૭ લાખ પ્રવાસીઓએ કેવડિયા જંગલ સફારીની મુલાકાત લીધી છે અને તેમાંથી ૧૫.૭૪ કરોડ રૂપિયાની આવક થઈ છે. અકોટાના ભાજપના ધારાસભ્ય સીમા મોહિલેના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે કહ્યું કે, ૨૦૨૦માં ૧.૨૬ લાખ પ્રવાસીઓએ આ સફારીની મુલાકાત લીધી હતી અને ટિકિટ દ્વારા ૨.૨૪ કરોડ રૂપિયાની આવક થઈ હતી. કેમેરા ફી પેટે ૩.૧૬ લાખ રૂપિયાની આવક થઈ છે. ૨૦૨૧માં ૭.૧૨ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને ટિકિટ વેચાણથી ૧૩.૨૩ કરોડ રૂપિયાની આવક થઈ છે.

જ્યારે કેમેરા ફી પેટે ૨૨.૭૫ લાખ રૂપિયા વસૂલાયા હતા.કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલ જંગલ સફારી પાર્ક તૈયાર કરાયો છે. જેને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ એ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સફારી પાર્કમાં વિદેશથી પશુ પક્ષીઓ લાવવામાં આવ્યાં છે. કેટલાય વિદેશી પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને સવાલ કર્યો હતો કે, જંગલ સફારી પાર્કમાં અન્ય રાજ્યોમાંથી તેમજ વિદેશથી લાવવામાં આવેલા કેટલા પ્રાણીઓ અને પક્ષીઓ જીવીત છે? જેના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, જંગલ સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા ૪૯ પ્રાણીઓના મોત થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/