fbpx
ગુજરાત

ટોલટેક્સમાં મળશે રાહત ! સુરત જીલ્લાના કામરેજ ટોલનાકાના ટોલમાં 60 ટકાનો ઘટાડો કરાશે

31 માર્ચ બાદ કામરેજના ચોર્યાસી ટોલનાકા પરથી પસાર થતાં 40 હજારથી વધુ વાહનચાલકોના વર્ષે દિવસે ટોલના રૂપિયામાં 70 કરોડથી વધુની બચત થશે. કામરેજ ટોલનાકામાં હાલની કંપનીનો કોન્ટ્રાક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી સાથે 31મી માર્ચે પૂર્ણ થાય છે. પરિવહન મંત્રાલયના ગેઝેટ મુજબ કન્સેસન એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ ટોલનાકેથી પસાર થતાં વાહનોને હાલના ટોલમાં 60 ટકા સુધીની રાહત મળશે. જેથી કાર ચાલકોને 120ની જગ્યાએ માત્ર 48 રૂપિયા આવવા જવા માટે આપવા પડશે. હાલ 31 માર્ચ 2022ના રોજ હાલની ટોલ વસૂલતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે. આ કોન્ટ્રાક્ટ બાદ આ વિભાગ ફરી નેશનલ હાઈવે ઓથોટિરીને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી આ રોડનું સંચાલન અને મરામત કરવાની જવાબદારી એક એજન્સીને સુપ્રત કરશે. નવી એજન્સી આવ્યા બાદ આ ટોલનાકા પરથી પસાર થતાં વાહનોને ટોલના દરમાં રાહત મળે તેવા સારા સમાચાર હાલ દેખાઈ રહ્યાં છે.

આ ટોલ નાકેથી દરરોજ પસાર થતાં 40,000 જેટલા વાહન ચાલકોને આનો લાભ મળશે. અંદાજે 13 વર્ષ પૂર્વે સરકાર દ્વારા પીપીપી ધોરણે નેશનલ હાઈવેનું ખાનગીકરણ કર્યું હતું. ભરૂચના માંડવાથી પલસાણા સુધીના નેશનલ હાઈવેના ટુકડાને IRB કંપનીને સિક્સલેન બનાવી તેને 12 વર્ષ સુધી ટોલનાકું બનાવી ત્યાંથી પસાર થતાં વાહનો પાસે ટોલ ફી માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોરોનાકાળમાં મહિનાઓ સુધી વાહનોને ટોલમાંથી રાહત અપાઇ હતી. પરિવહન મંત્રાલયના ગેઝેટ મુજબ કન્સેસન એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ ટોલ પરથી પસાર થતાં વાહનો પાસેથી માત્ર 40 % સુધી ફી વસૂલી શકાય છે. હાલ જે ટોલ વસૂલાય છે તેમાં 60 % સુધીનો ઘટાડો કરાશે. વાહનોની સંખ્યા અને વસુલાતા ટેક્સના આંકડા કાર પ્રતિદિન 20,000 હાલનોટોલ :: 120 સંભવિતટોલ :: 48 નાના મોટા ટ્રક પ્રતિદિન 17,000 :: હાલનોટોલ 680 :: સંભવિતટોલ :: 272 ટેમ્પો-ટ્રેક્ટર પ્રતિદિન 1000:: હાલનોટોલ 210 :: સંભવિતટોલ :: 84 બસ-મીની બસ પ્રતિદિન :: 2000 હાલનોટોલ:: 280 સંભવિતટોલ :: 112

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/