અબોલ જીવો ની મોટી માં ગણાતી સંસ્થા સમસ્ત મહાજને મહારાષ્ટ્રની પાંજરાપોળોને રૂ.૫૧ લાખના ચેક વિતરીત કર્યા
મુંબઈ અબોલ જીવો ની મોટી માં ગણાતી સંસ્થા સમસ્ત મહાજને મહારાષ્ટ્રની પાંજરાપોળોને રૂ.૫૧ લાખના ચેક વિતરીત કર્યારાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા એ અર્હમ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ અનાવરણ નામદાર મહારાષ્ટ્ર સરકાર ના રાજ્યના પશુસંવર્ધન પ્રધાન શ્રી સુનીલ કેદારના હસ્તે ચેકનું વિતરણ થયું, જેમણે સંસ્થાનાં ઉત્કૃષ્ટ કાર્યોની મુક્તમને પ્રશંસા કરી અગ્રણી સેવાસંસ્થા સમસ્ત મહાજનના ઉપક્રમે ગુરુવારે મહારાષ્ટ્રના પશુસંવર્ધન, ડેરી વિકાસ તથા રમતગમત અને યુવા ઉત્કર્ષ પ્રધાન શ્રી સુનીલ કેદારના હસ્તે તેમના સત્તાવાર નિવાસસ્થાને રાજ્યની બાવીસ પાંજરાપોળોને રૂ. ૫૧ લાખના દાનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, અન્ય ટ્રસ્ટીઓ, લાભાર્થી પાંજરાપોળોના પદાધિકારીઓ તથા શિવસેનાનાં વિધાનસભ્ય ગીતા જૈન પણ ઉપસ્થિત હતાં. પણ ઉપસ્થિત હતા. ઉનાળાના આગમનથી દેશની પાંજરાપોળો તથા ગૌશાળાઓ માટે હવે પછીનાં થોડાં સપ્તાહ મુશ્કેલ બની શકે છે. ચારાપાણીની તંગી સહિત અબોલ જીવોએ કાળઝાળ ગરમીને લીધે હાલાકીઓ સહન કરવી પડી શકે છે. એવામાં સમસ્ત મહાજને બાવીસ પાંજરાપોળોને આપેલી આર્થિક સહાય તેમના સુચારુ સંચાલનમાં ઉપયોગી થવા સાથે પશુઓની મુશ્કેલીઓ ઓછી કરશે.સમસ્ત મહાજનની સેવાને બિરદાવતાં સુનીલ કેદારે સંસ્થા તથા ગિરીશભાઈની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું, “સમસ્ત મહાજજનાં સેવાકાર્યો અભિનંદનને પાત્ર છે. ગિરીશભાઈના વડપણમાં સૌ સાથીઓ જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર પ્રેરક છે.”આ પ્રસંગે ગિરીશભાઈએ કહ્યું હતું, “દેશનાં બહુ ઓછાં રાજ્યો પાંજરાપોળો તથા ગૌશાળાઓને સબસિડી આપે છે. સતત વધતી મોંઘવારી માં પશુસંસ્થાઓ માટે નિભાવ પ્રતિદિન અઘરો થયો છે. અમે આ વાતથી સુપેરે વાકેફ હોઈ અમારો પ્રયત્ન આ સંસ્થાઓને મહત્તમ સાથ પૂરો પાડવાનો હોય છે. અમારી આશા છે કે મહારાષ્ટ્ર સરકાર પશુસંસ્થાઓની સમસ્યાઓ વિશે સહૃદયી ભાવ કેળવતાં તેમને પીઠબળ પૂરું પાડે.”માંદાં અને ઘાયલ પશુઓની તત્કાળ સારવાર કરી શકતી સંપૂર્ણ સગવડ સજ્જ એમ્બ્યુલન્સનું પણ સુનીલ કેદાર હસ્તે અનાવરણ થયું હતું. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અને અર્હમ યુવા સેવા ગ્રુપે સમસ્ત મહાજનને આ એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર9152995399 છે. આ પ્રસંગે સંસ્થાના ભોજનરથના એક વરસથી વધુના સેવાકાળની વિગતો દર્શાવતી પુસ્તિકાનું પ્રકાશન પણ થયું હતું. રોજ ઓછામાં ઓછા ૩૦૦ અને વિશેષ દિવસોમાં ૩૮૦૦ લોકોની ક્ષુધા સંતોષતી આ સેવા ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ થી લગાતાર જારી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ખૂણેખૂણે ભોજન પીરસતા ભોજનરથે સાત્વિક, શાકાહારી ભોજન સાથે જરૂરિયાતમંદો પરિવારો, મહિલાઓ, બાળકોને અનાજ, બ્લેન્કેટ્સ, રેઇનકોટ્સ, સ્કૂલ બેગ્સ, લોન્ગ બુક્સ જેવી જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડી છે. કોવિડ-૧૯ ના લૉકડાઉનમાં ઘેરઘેર જઈને લોકોને ભોજન પહોંચાડવાનું કાર્ય પણ કર્યું છે. સામૂહિક હિજરત વખતે વિશાળ માંડવા ઊભા કરી હિજરતીઓને ભોજન, છાશ, ખીચડી, ચંપલો અને ચટાઈઓ સુધ્ધાં પૂરાં પાડવામાંઆવ્યાં હતાં.
Recent Comments