fbpx
ગુજરાત

ઉડાન યોજના હેઠળ અમદાવાદ ભૂજ વચ્ચે ફલાઈટ શરૂ થશે

રાજ્યમાં ઉડાન યોજના અન્વયે સાબરમતી રીવરફ્રન્ટથી શેત્રુંજય ડેમને જાેડતી હવાઈ સેવા ૨૦૧૯માં શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ સેવા હજી સુધી શરૂ કરવામાં આવી નથી. તે ઉપરાંત જામનગરથી દિલ્હી, ગોવા અને હિંડનને જાેડતી હવાઈ સેવા ૨૦૧૯માં શરૂ થવાની હતી જે હજી સુધી શરૂ કરાઈ નથી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત સુધીની હવાઈ સેવા પણ શરૂ થઈ નથી. જ્યારે કેશોદથી મુંબઈને જાેડતી હવાઈ સેવા પણ હજી શરૂ કરાઈ નથી. અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખે અમદાવાદ અને કેવડિયા કોલોની વચ્ચેની સીપ્લેનની સુવિધા ક્યારે શરૂ થશે તેના વિશે જાણકારી માગી હતી. જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, સર્વિસ ૧૦ એપ્રિલ, ૨૦૨૧થી બંધ છે અને ઓપરેટરનો ખર્ચ પ્રતિ ટિકિટ ૧૫૦૦ રૂપિયાથી વધીને ૪૫૦૦ રૂપિયા થઈ ગયો છે.

સરકારે કહ્યું હતું કે, સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના સવાલનો જવાબ આપતા, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પર ફેસ-૧નું ૬૨% કામ પૂરું થયું છે અને ફેસ-૧નું તમામ કામ ઓગસ્ટ-૨૦૨૨માં પૂરું થવાની શક્યતા છે. રાજ્ય સરકારે એરપોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે રાજકોટમાં એરપોર્ટ ઉભુ કરવા માટે જાન્યુઆરી, ૨૦૧૯માં એનઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ ૧ જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં રાજ્ય સરકારની વીજીએફ યોજના હેઠળ છ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. આ રુટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી અને સુરત-ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જવાબ આપતા ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ બે રૂટ અમદાવાદ-પોરબંદર અને અમદાવાદ-કંડલા શરૂ કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/