fbpx
ગુજરાત

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફૂટબોલની સેમિફાઈનલ મેચમાં મારામારી

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફોર્ટિટ્યૂડ સિઝન ૮ ફૂટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટની રવિવારે સેમીફાઇનલ હતી. એક ટીમ દ્વારા બે ગોલ કરી દીધાં હતા. તે સામે હરીફ ટીમે પણ એક ગોલ કરી દીધો હતો અને બીજાે ગોલ કરવા તરફ ટીમનો ખેલાડી ગોલ કિપર તરફ આગળ ધપી રહ્યો હતો. તે સમયે બે ગોલ કરી જીતની આશા રાખનાર ટીમના ખેલાડીએ ગોલકિપર તરફ આગળ ધપી રહેલા ખેલાડીને ધક્કો મારી પાડી નાખતાં મામલો બિચક્યો હતો. અને જાેતજાેતામાં ફૂટબોલ મેદાન સમરાગણમા ફેરવાઇ ગયું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિજિલન્સ ટીમ પહોંચી હતી. પરંતુ, એક ટીમના સમર્થક અસામાજિક તત્વોએ બીબીએ બિલ્ડિંગ ખાતે પોતાના હાથમાં જે મારક વસ્તુઓ હાથ લાગી તેનાથી ફૂટબોલના ખેલાડીઓને દોડાવી… દોડાવી…માર માર્યો હતો.

વિજિલન્સ ટીમના જવાનો પાસે તમાસો જાેવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. વિજિલન્સ ટીમ શોભાના ગાઠીયા જેવી પુરવાર થઇ હતી. બેફામ ગાળાગાળી સાથે થયેલી મારામારીના પગલે નાસભાગ મચી ગઇ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં ફુટબોલના ખેલાડીઓને અસામાજિક તત્વોએ ખેલાડીઓને ગડદાપાટુનો પણ માર માર્યો હતો. આ બનાવના યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના અંગે યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આજે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. દરમિયાન આ બનાવ અંગેની જાણ સયાજીગંજ અને ફતગંજ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. તે સાથે પોલીસ બંને જૂથના યુવાનો તેમજ મેચ જાેવા માટે આવેલા કેટલાક યુવાનોની પૂછપરછ શરૂ કરી છે.

બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા પણ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બનેલી મારામારીની આ ઘટના અંગેની પોલીસ ફરીયાદ થઇ નથી.વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઇ રહેલી ફોર્ટિટ્યૂડ સિઝન ૮ ફૂટબોલની સેમિફાઇનલ દરમિયાન ફૂટબોલના ખેલાડીઓ અને અસામાજિક તત્વો વચ્ચે મારામારી થઇ હતી. ફૂટબોલનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઇ ગયું હતું. અસામાજિક તત્વોએ પોતાના હાથમાં જે વસ્તુ હાથ લાગી તે વસ્તુઓથી ફૂટબોલના ખેલાડીઓને માર માર્યો હતો. યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ સામે થયેલી મારામારીના પગલે કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/