fbpx
ગુજરાત

સનસ્ટ્રોકથી થતી વિપરીત અસરો અને તેનાથી બચવા માટેની જાહેર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા….

*રાજકોટ તા. ૨૮ માર્ચ -* હવામાનમાં આવતા પરિવર્તન અને ઉનાળાની વધુ પડતી ગરમીને કારણે મનુષ્યના આરોગ્ય પર વિપરીત અસર થતી જોવા મળી રહી છે. જે અન્વયે જાહેર આરોગ્ય વિભાગ દ્વારા લૂ લાગવા અંગે લેવાના સાવચેતીનાં પગલાંઓ વિષે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.   સનસ્ટ્રોક અથવા લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ન મળતા આ બાબત જીવલેણ પણ સાબિત થઇ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, ગભરામણ થવી, હ્રદયનાં ધબકારા વધવા, શ્વાસ ચડવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ખુલ્લા વિસ્તારમાં મજૂરી કરતા લોકોમાં આ લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેથી ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા. લૂ થી બચવા વધુમાં વધુ પાણી તથા લીંબુ શરબતનું સેવન કરવું. લૂ લાગવાના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચારોથી દર્દીની તબિયતમાં સુધારો ન જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં આ અંગેની સારવાર લેવી, તેમ અધિક નિયામક (જાહેર આરોગ્ય) ડો. નિલમ પટેલની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/