fbpx
ગુજરાત

સરકારે ગોપાલક વિકાસ નિગમ માટે કોંગ્રેસે કરેલા આક્ષેપને વખોડ્યું :૧૦૨ કરોડનું ધિરાણ કર્યાનો દાવો

વિધાનસભામાં ચાલી રહેલા પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ દ્વારા અવાર-નવાર વિવિધ પ્રશ્નોને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તેના ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વિધાનસભા ની અંદર ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે ગોપાલ વિકાસ નિગમ માટે કેટલું ધિરાણ કરવામાં આવ્યું છે ત્યારે આ વાતનો પ્રત્યુતર આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી એવા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની આવા અમે વખોડીએ છીએ.     આ સાથે જ તેમને મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, સરકારે ગોપાલક વિકાસ નિગમ માટે કોંગ્રેસે કરેલા આક્ષેપને વખોડી કાઠી કહ્યું હતું કે અત્યાર સુધી ૧૦૨ કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. અને ૨૦૨૦ -૨૧ ના વર્ષમાં 819 લાભાર્થીઓને ૧૦ કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવ્યુ છે અને ૨૦૨૧ -૨૨ માં ૨૨૪૮ લાભાર્થીઓને ૧૬ કરોડથી પણ વધુનો ધિરાણ કરવામાં આવ્યું છે અને આ તમામ ધિરાણો સરકારની નીતિનુસાર કરવામાં આવે છે.       અલ્પ સંખ્યા નાણાકીય નિગમ અને વકફ બોર્ડ માટે કોંગ્રેસે કરેલા આક્ષેપોનો પ્રતિ ઉત્તર આપતાં જણાવ્યું હતું કે 2020 21 ના વર્ષમાં 506 લાભાર્થીઓને 764 કરોડની રકમનું ધિરાણ કરવામાં આવ્યું છે. આમ આ સરકારના શાસનમાં સમાજના સર્વાંગી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેવું સરકાર તરફથી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/