fbpx
ગુજરાત

ખેડાના કાકરખાડમાંથી ૧.૩૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

કઠલાલના કાકરખાડમાં દારૂનો વેપલો કરતો બુટલેગર જયંતિ ભેમાભાઈ ડાભીના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી આ જયંતિને સાથે રાખી ઘરમાં તપાસ આદરતા ઘરમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચોને બોલાવી દારૂની ગણતરી કરતાં વિદેશી દારૂની કુલ ૪૧ પેટીઓમા ૩૨૮ બોટલો કિંમત રૂપિયા ૧ લાખ ૩૧ હજાર ૨૦૦નો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો પોલીસે ઝડપાયેલા જયંતિ ડાભીની પૂછપરછ આદરતા ઉપરોક્ત દારૂનો જથ્થો યોગેશ ઉર્ફે પીન્ટુ રમણભાઈ ડાભી (રહે.બળીયાદેવ મહારાજ વાળા ફળીયામાં, કાકરખાડ, તા.કઠલાલ) મંગાવી લાવી ખાનગી રાહે વેચાણ કરતો હોવાનો પર્દાફાશ થયો છે.

આમ પોલીસે આ ગુનામાં કુલ બે ઈસમો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. એલસીબી પોલીસે દારૂના વેપલા પર તવાઈ હાથ ધરી છે. કઠલાલના કાકરખાડમા દારૂના વેચાણ કરતા બુટલેગરની ત્યા પોલીસે દરોડો પાડી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. રૂપિયા ૧.૩૧ લાખનો ઈંગ્લીશ દારૂ સાથે બે બુટલેગરો સામે પ્રોહીબીશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં એક બુટલેગર સ્થળ ઉપરથી પકડાઈ ગયો છે જયારે એક બુટલેગર ફરાર થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/