fbpx
ગુજરાત

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વડોદરા જીલ્લાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આશરે 250 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આજે વડોદરા જિલ્લાના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશનામહામંત્રીશ્રીઓ પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રી અને બરોડા ડેરી ડિરેકટરશ્રી સતિષભાઇ મકવાણા,વડોદરા વિઘાનસભાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રીમતી જયશ્રીબેન ગોહિલ સહિત આશરે 250 જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમમાં પ્રદેશનામહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, દેશમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતને વિશ્વગુર બનાવવા માટે દિવસ રાત એક કરી સખત પરિશ્રમ કરી રહ્યા છે એવા સમયે દેશની તાકાતને તોડવા કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ સમર્થન આપી રહ્યા છે અને હવે ગુજરાતની ભૂમી પર પણ એવી રાજકીય પાર્ટીના નેતાઓ આટા મારે છે. ગુજરાતમાં જનતાના આશિર્વાદથી ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપ પાર્ટી પંજાબમાં ખેડૂતોને ગુમરાહ કરી, આંદોલન કરાવી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ઉશ્કેરી પંજાબમાં સત્તા મેળવવામાં સફળ રહી છે. અને સત્તા મળ્યાના પાંચ દિવસમાં પંજાબના ખેડૂતો પર લાઢી ચાર્જ કર્યો તે બધાએ ટીવીના માધ્યમથી જોયું હશે.

પ્રદિપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, આદણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. કેન્દ્રમાં 2014થી સતત શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જનતાની સેવા કરી રહી છે તે જોઇ સામાજીક આગેવાનો અને અન્ય રાજકીય પાર્ટીના આગેવાનોને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું મન થાય છે ત્યારે આજે વડોદરાના કોંગ્રેસના અને આપના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું હ્રદયથી સ્વાગત છે. અને પાર્ટીમાં જોડાનાર કાર્યકરોને વિશ્વાસ સાથે જણાવ્યું કે આવનાર સમયમાં કાર્યકરોની શક્તિનો યોગ્ય ઉપયોગ પક્ષમાં કરી ગુજરાત રાજયનો વિકાસ કરશે.  આ કાર્યક્રમમાં પ્રદેશમંત્રી જાહ્નવીબેન વ્યાસ,વડોદરા જિલ્લાના પ્રભારી પરાક્રમસિંહ,વડોદરા જીલ્લાના પ્રમુખ અશ્વીનભાઇ પટેલ સહિત વડોદરા જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/