fbpx
ગુજરાત

સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું – બીજેપી સ્થાપના દિવસે કોંગ્રેસ જિલ્લાના આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. બીજેપી સ્થાપના દિવસે કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ધારણ કર્યાે હતો. જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ મંત્રી ગોપાલસિંહ ભાજપમાં જોડાયા છે.   

આ સાથે પ્રદેશ મંત્રી ગોપાલસિંહ રાઠોડ તેમજ અન્ય આગેવાન અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ અને કેસરી ટોપી પહેરાવી બીજેપીમાં સ્વાગત કર્યું હતું. આ સાથે પાટીદાર આગેવાનો, એડવોક તેમજ કોંગ્રેસ લઘુમત મોરચાના જિલ્લા ઈન્ચાર્જ મુસ્લિમ આગેવાન અહેમદ થાપાએ પણ કેસરીયો ધારણ કર્યો હતો.  

આ નિમિત્તે સી. આર. પાટીલે કહ્યું કે આજે કોંગ્રેસની હાલત કફોળી બની છે. કોંગ્રેસ પોતાનું ડુબતુ જહાજ ને રોકવાનો પ્રયાસ પણ છોડી દીધો છે.    હજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ શરૂ જ નથી થઇ તે પહેલાં જ ગુજરાતની અંદર ફેર બદલો જોવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસી નેતાઓ કે જેમનો હંમેશા સીલસીલો રહ્યો છે કે, કોંગ્રેસમાંથી બીજેપી માં જોડાવાનો.    આ સિલસિલો ચૂંટણી પહેલા પણ જારી રહ્યો છે પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બીજેપી માં જોડાયા ચૂક્યા છે ત્યારે હવે કોંગ્રેસના સાબરકાંઠા પંથકના નેતાઓ બીજેપીમાં સત્તાવાર રીતે આજે જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/