fbpx
ગુજરાત

નડિયાદમાં આઈઈએલટીએસની પરિક્ષામાં ડમી વિદ્યાર્થી પકડાયો

નડિયાદ શહેરમાં આઇ.ઇ.એલ.ટી.એસ પરીક્ષામાં પરીક્ષાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી બેસી પરીક્ષા આપી હોવાની ઘટના ઘટી છે. આ બનાવમાં ૪ વ્યક્તિઓમાંથી માસૂમ ઉદયભાઇ જાેષી અને ધ્રુમિલ શૈલેષકુમાર રાજપૂતને સ્થાનિક પોલીસે રાઉન્ડઅપ કર્યા છે. પોલીસ ટીમે બંને વ્યક્તિઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને ફરાર થયેલા અસલી અને ડમી છાત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.ગત તા.૫ એપ્રિલના રોજ નડિયાદ શહેરમાં આવેલ દેવ હોટલમાં આઇ.ઇ.એલ.ટી.એસ પરીક્ષા સેન્ટર રાખવામાં આવ્યુ હતુ. આ પરીક્ષા દરમ્યાન કુલ-૩૬ ઉમેદવારો વિડિયોકોલ સ્પિકીંગની પરીક્ષામાં દાખલ થતા સમયે કોલ લેટર, પાસપોર્ટ વેરીફાઈ કરી એન્ટ્રી આપવામાં આવતી હતી. જેમાં મીત જયેશભાઇ પટેલ, રહે.નીલકંઠ પાર્ક-૧, ઘોડા કેમ્પ રોડ, શાહીબાગ અમદાવાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. થોડા મિનિટ બાદ મીતે વોશરૂમ જવાનુ કહેતા સ્ટાફના ધ્રુમિલે માસૂમને વોશરૂમ લઇ ગયો હતો.

આ બાદ ફરિયાદી અને મુખ્ય સુપરવાઈઝર રાઘવ શર્મા પરીક્ષાખંડમાં સુપરવિઝન કરવા જતા મીતની સીટ પર અજાણ્યો ચહેરો જાેવા મળતા તેની ઓળખ માટે પુરાવા માંગતા પાસપોર્ટ ચેક કર્યો હતો. જેમાં નામ, સરનામું ફોટો પાસપોર્ટ પ્રમાણે હતું. પરંતુ ફિંગર પ્રિન્ટ ચેક કરતા ફિંગરપ્રિન્ટ અને ફોટો મેચ થયો ન હતો. તે સમયે બાથરૂમ તરફ નજર જતા વોશરૂમ તરફ મીત પટેલ છુપાઇને બેઠેલ મળી આવ્યો હતો. આ અંગે વધુ પૂછપરછ કરતા માસુમ અને ધ્રુમિલ આવી કહેલ કે સાથ આપશો તો ફાયદો કરાવીશુ, જાેકે રાઘવે કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા માસૂમ અને ધ્રુમિલ વિદ્યાર્થી અને ડમી વિદ્યાર્થીને ભાગી જવાનું કહેતા બંને બનાવ સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રાધવ શ્રીરાનેન્દ્ર શ્રીહરીદ્દત શર્માએ નડિયાદ ટાઉન પોલીસ મથકે મીત જયેશભાઇ પટેલ, માસૂમ ઉદયભાઇ જાેષી, ધ્રુમીલ શૈલેષકુમાર રાજપૂત અને ડમી પરીક્ષાર્થી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આઈઇએલટીએસ પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને ઉમેદવારોનુ ચેકીંગ કરવામાં આવે છે.જેમાં ઉમેદવારનો કોલ લેટર તેમજ પાસપોર્ટ વેરીફાઇ કર્યા બાદ તેને લેપટોપ એપ્લીકેશનમાં પરીક્ષાર્થીની વિગત મેચ કરી તેમના ફોટા સાથે ફીંગર પ્રિન્ટ લેવામાં આવે છે. પરીક્ષાખંડમાં રહેલ સુપરવાઇઝરને શંક જતા તેને વેરીફાઇ માટે પાસપોર્ટ માંગયા હતા. જે બંનેના પાસપોર્ટ એક સરખા નંબર અને વિગતવાળા હતા. જેના પરથી પાસપોર્ટ ડુપ્લિકેટ હોવાનું સ્પષ્ટ તાય છે. પરંતુ પાસપોર્ટમાં ફોટા અલગ અલગ જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/