fbpx
ગુજરાત

ખંભાત હિંસાનું કાવતરું ૩ મૌલવી અને બે શખ્સોએ અગાઉથી રચ્યું હતું

રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા અફડાતફડી મચી હતી.જેમાં ખંભાતના વૃદ્ધ કનૈયાલાલ રાણાનું કરુણ મોત નીપજ્યું હતું. જે બાદ ખંભાતમાં આગચંપી બનાવો બન્યા હતા. હાલ પણ ઘટના સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત છે. નોંધનીય છે કે, શક્કરપુરના મુસ્લિમ સમાજનો લોકો અફઘાનિસ્તાન, ઈરાન અને ઇરાકમાં રોજગાર કે અન્ય રીતે સંબંધ ધરાવતા હોવાની પણ માહિતી મળી રહી છે.ખંભાતના સંવેદનશીલ વિસ્તાર શક્કરપુરામાં રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે. આ ઘટનામાં મૌલવી સહિત ૯ની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ૩ મૌલવી અને બે શખ્સોએ કાવતરૂં રચ્યાનો મોટો ખુલાસો થયો છે.

આ પથ્થરમારામાં એકનું મોત નિપજતાં પરિસ્થિતિ વણસે તેવો ભય ઉભો થયો હતો. આથી, પોલીસે એસઆરપી સહિતનો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી ધરપકડનો શરૂ કર્યો હતો. જેમાં મૌલવી સહિત ૯ની ધરપકડ કરવામાં આવી છે. જેમની પુછપરછમાં અગાઉથી કાવતરુ રચ્યું હોવાનો ખુલાસો થયો છે. રામનવમીની શોભાયાત્રામાં મંજૂરી મળ્યાં બાદ જ હિંસા ફેલાવવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. જેમાં ૩ મૌલવી અને અન્ય હે શખ્સોએ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. જેને પાર પાડવા ખંભાત બહારથી લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. મસ્જિદ પાસેથી શોભાયાત્રા નિકળે ત્યારે હુમલો કરવાનો પ્લાન બનાવી એ મુજબ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી હતી. આ તોફાનોમાં મુસ્તકીમ, મતીન અને મોહસીન નામના ત્રણ મૈલવીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય શખ્સો ભાઇઓ છે. ધરપકડ કરેલા શખ્સોનીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું કે, રામનવમીના આગળના દિવસે એટલે કે શનિવારે જ હુમલાનો પ્લાન બનાવી દેવાયો હતો. ઓળખ અથવા પકડાઈ ન જાય એટલે કાવતરા માટે ખંભાત બહારના માણસો બોલાવવામાં આવ્યા હતા અને હુમલા માટે પથ્થર પણ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/