fbpx
ગુજરાત

પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસ સંદર્ભે સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો, નવા રણનિતીકાર બનશે

ગુજરાત વિધાનસભાની 2022 ની ચુંટણી ને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે, પ્રશાંત કિશોર ગુજરાત સંદર્ભે સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો છે. ગઈ કાલે દિલ્હીમાં પ્રશાંત કિશોર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને પણ ફાઇલમાં ઉલ્લેખ કર્યો હોવાની વાત સામે આવી છે.
નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને ફાયદો થશે તેવી વાત પ્રશાંત કિશોરે આ રિપોર્ટમાં કરી હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પ્રશાંત કિશોરને ગુજરાતમાં જવાબદારી સોંપવી કે નહિ તે અંગે નિર્ણય કરવાના હેતુસર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશાંત કિશોર એ રિપોર્ટ સોંપ્યો હતો. 

અગાઉ ઘણીવાર સામે આવ્યું છે કે, પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે. ત્યારે આ વાતને લઈને ગઈ કાલે જ બેઠક મળી હતી. જે રીતે કોંગ્રેસની હારના પરીણામો સામે અાવ્યા છે ત્યારે પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની કમાન 2022માં સોંપવામાં આવે તે હવે ગઈ કાલની બેઠક બાદ નક્કી જેવુું છે. ત્યારે અત્યારે કોંગ્રેસનું મજબુત પાસુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ના દેખાતું હોવાથી પીકેની રણનીતિનો ઉપયોગ આમાં થઈ શકે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/