fbpx
ગુજરાત

શ્રી કૃષ્ણ સુભદ્રા પરના વિવાદિત નિવેદન પર સી.આર.પાટીલે માફી માંગી

થોડા દિવસ પૂર્વે જ એક સભામાં સંબોધન કરતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા શ્રી કૃષ્ણ-સુભદ્રાને લઈને વિવાદિત નિવેદન અપાયું હતું. જેમાં તેમણે શ્રી કૃષ્ણ-સુભદ્રાને પતિ-પત્ની તરીકે સંબોધ્યા હતા. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વિવાદ ઊભો થયો હતો. જેને લઈને હવે સીઆર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

સીઆર પાટીલે કહ્યું કે ભૂલ એ ભૂલ છે, અને ભૂલને હું કોઈપણ દલીલ કર્યા વગર સ્વીકાર કરું છું. શ્રી કૃષ્ણ અને સુભદ્રા પરના નિવેદન પર સીઆર પાટીલે માફી માંગી છે. વિડીયોમાં તેમના દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે, કે મારાથી ભૂલ થઈ છે અને ભૂલને સ્વીકાર કરવામાં મને કોઈ સંકોચ નથી. ભૂલ થાય તો ભૂલ સ્વીકારવી જ જોઈએ.

સમગ્ર ઘટનાક્રમ બાદ શ્રી કૃષ્ણ અને સુભદ્રા પરના નિવેદન બાદ વિવાદ થતાં સીઆર પાટીલે માફી માંગી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, શરતચૂકથી ભૂલ થઈ ગઈ હતી, અને ચાલુ વક્તવ્ય દરમ્યાન તેમણે ભૂલ પણ સુધારી લીધી હતી. આ ઉપરાંત વધુમાં કહ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ માટે ક્યારેય ખરાબ ઇરાદો ન હોઈ શકે. આ સાથે જ સીઆર પાટીલે કહ્યું કે કેટલાક યુવાનો દ્વારા તેમના પર ફોન કરવામાં આવ્યા હતા, અને દ્વારકા આવીને માફી માંગવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે.

પાટીલે દ્વારકા આવીને માફી માંગવાની પણ કબૂલાત કરી છે, અને કહ્યું છે કે જ્યારે પણ હું દ્વારકા આવીશ ત્યારે હું માફી માંગીશ. ભૂલ એ ભૂલ છે, તેને હું કોઈપણ દલીલ કર્યા વગર સ્વીકાર કરું છું. આ સાથે જ કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હશે તો હું માફી માંગુ છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/