fbpx
ગુજરાત

બે નાની બાળકી સાથે દુષ્કર્મ કરનાર વિધર્મીને આજીવન કેદની સજા

દેશ સહિત ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મ ની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓને પણ આવા હવસખોરો છોડતા નથી તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આણંદ શહેરમાં વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮માં ૧૦૦ ફૂટ રોડ અને ગોદી પાસેથી રસ્તા પર સૂઈ રહેલી શ્રમજીવી પરિવારની ચાર અને છ વર્ષની બાળાને ઉઠાવી જઈ તેના પર દુષ્કર્મ કરનારા નરાધમ શખસને આણંદ જિલ્લા કોર્ટે તકશીરવાર ઠેરવી આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આણંદ શહેરના જૂના બસ સ્ટેન્ડની સામે આવેલા ધગટ ફળીયામાં ૨૩ વર્ષીય શાહિદ યુસુફ છીપા નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૭ના વર્ષમાં માર્ચ માસમાં તેણે શહેરના ૧૦૦ ફૂટ રોડ પર આવેલી દિયા સિનેમા સામે ડિવાઇડર ઉપર સુઇ રહેલા મજૂર પરિવારની એક બાળાને પોતાના વાહન ઉપર ઉઠાવી હતી. અને તેને સામરખા ચોકડી પાસે લઇ જઇ તેની સાથે છેડછાડ કરી તેને છોડી દીધી હતી. પોલીસે માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ આરોપી પકડાયો નહોતો. એ પછી વર્ષ ૨૦૧૮માં મે મહિનામાં રેલવે સ્ટેશન સ્થિત ગોદી પાસે માતા સાથે સુઈ રહેલી છ વર્ષીય બાળાને પુનઃ શખસ ઉઠાવી ગયો હતો અને તેને ગામડી રેલવે ફાટકથી બ્રીજને મળતા રોડ પર લઇ ગયો હતો. જ્યાં

તેણે બાળા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બંને બનાવને પગલે સમગ્ર આણંદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી. એક તરફ ૧૦૦ ફૂટ રોડ પરના બનાવમાં આરોપી પકડાયો નહોતો અને બીજી તરફ આ ઘટના બનતાં પોલીસ તપાસના ચક્રો ગતિમાન કરતાં બંને બનાવમાં આરોપી શાહિદ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સમગ્ર બનાવમાં ડીએનએ ટેસ્ટ કરાવી તેમજ બંને બાળાઓને અને તેમના પરિવારજનોને સાથે રાખીને તપાસ કરતાં પરિવારજનો તેને ઓળખતા હોવાનું ખૂલ્યું હતું. મજૂરીકામમાં તે સાથે જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સઘન પૂછપરછ કરતાં બંને બનાવનો ભેદ ઉકેલાયો હતો. વધુમાં તેના ડીએનએ અને સ્પર્મના ટેસ્ટ પરથી પણ તે બંને બનાવમાં સંડોવાયેલો હોવાનું પ્રસ્થાપિત થયું હતું. સ્પે. પોસ્કો જજ અને એડી. સેશન જજ જી.એચ. દેસાઇની કોર્ટમાં ચાલી ગયો હતો. જયાં સરકાર તરફથી સરકારી વકીલ એન. પી. મહિડા અને વૈશાખીબેન મહીડાએ બંને બનાવમાં ૩૬ સાક્ષીઓ અને ૭૫ દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. ગુનાની ગંભીરતા જાેઇ કાયદા મુજબ સખ્ત સજા થવી જાેઇએ એવી ધારદાર દલીલો રજૂ કરી હતી. જેને પગલે કોર્ટે આરોપી શાહિદ છીપાને ઇપીકો કલમ ૩૬૩ના ગુનામાં ચાર વર્ષની સખ્ત કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ જાે દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ, પોસ્કો એકટની કલમ ૫ (આઇ) (કે) (એમ)ના ભંગ બદલ આજીવન કેદ અને રૂપિયા ૧૦ હજારનો દંડ જાે દંડ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. સમગ્ર ઘટના એટલી ચકચારી અને આક્રોશજનક હતી કે જે તે સમયે શહેરમાં કૃત્ય આચરનારા શખસ માટે સહુ કોઈ ફિટકારની લાગણી વરસાવતા હતા. એ સમયે જાેકે, પુત્ર દોષિત નથી અને પોલીસ તેને ખોટો ગુનેગાર ઠરાવી રહ્યા છે એમ કહીને પરિવારજનોએ દોષારોપણ પણ કર્યું હતું. મઝાની વાત તો એ છે કે, સજા જાહેર કરાઈ ત્યારે પણ કોર્ટમાં આરોપીના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર બનાવમાં બંને બાળાને કોર્ટે રૂપિયા પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, આ બનાવમાં બંને બાળાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/