fbpx
ગુજરાત

પાટણમાં ૪ ઈસ્મોએ યુવકને ઢોરમાર મારી રોકડ અને દાગીનાની લુંટ ચલાવી

સરસ્વતી તાલુકાના ચારૂપ ગામનાં રઘુવીરસિંહ ગણપતસિંહ રાજપૂત અને જગતસિંહ રાજપૂત રે. કમલીવાડા તા. પાટણ તા. ૨૬મી એપ્રિલના રોજ બાઇક લઇને ડીસા ખાતે એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનનાં પૈસા ભરીને પાટણ આવતા હતા. ત્યારે તેમના બાઇકનો કેટલાક લોકોએ ડીસાથી પીછો કર્યો હતો. તેમજ રઘુવીરસિંહના બાઇક ઉપર ગાડી નાંખવાની કોશીશ કરીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી ગાળો બોલી રઘુવીરસિંહ તથા તેમની સાથેના અન્યને પાટણ ચાણસ્મા હાઇવે પર સુદામા ચોકડી ખાતે બોલાવ્યા હતા. રઘુવીરસિંહ પાટણની સુદામા ચોકડી ખાતે રિયલ પેપરીકા આગળ ખુરશીમાં બેઠેલા હતા, ત્યારે ચારેય વ્યક્તિઓએ હથિયારો ધારણ કરીને એક વ્યક્તિએ હાથે બાવડા ઉપર તથા કમરનાં ભાગે તેમજ બંને પગો ઉપર છરી મારી ઇજાઓ કરી તેમજ અન્ય વ્યક્તિએ રઘુવીરને પગે પાઇપ મારી હતી.

તેમજ ત્રીજાએ અને ચોથા વ્યક્તિએ બરડામાં તેમજ બંને હાથે પંજાનાં ભાગે અને હાથે લોખંડની પાઇપ મારી ઇજાઓ કરી હતી અને ફેક્ચર કર્યુ હતું. તેમજ રઘુવીરસિંહનાં ખીસ્સામાંથી રૂા. ૧૩ હજાર રોકડા તથા રૂા. ૮૭ હજારનાં દાગીના કાઢી લીધા હતાં અને મોબાઇલ તોડી નાંખ્યો હતો. ઇજાગ્રસ્તને ૧૦૮માં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે ઘરેણાં લઇ લેવાયા હતા તેમાં બે વીંટી તથા બે ફુલ, બે ઇયરીંગ અને એક પેન્ડલ કાઢી લેવાયા હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો. તેને કોઇ યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તેની ખોટી ફરીયાદ આ લોકોએ તેમની સામે કરી હતી, તેમાં ફરીયાદી જેલમાં ગયા હતા. ત્યાર પછી તે બીજા મહિનામાં જામીન પર છૂટતાં તેની અદાવત રાખીને તેમનો પીછો કરી હુમલો કર્યો હતો. જે અંગે પોલીસે આઇ.પી.સી. ૩૨૩/૩૨૪/૩૨૫/૨૯૪(બી) મુજબ ગુનો નોંધ્યો હતો.પાટણ શહેરની સુદામા ચોકડી ત્રણ રસ્તા પાસે રિયલ પેપરીકા પાસે એક બાઇક સવાર યુવાનને પ્રેમસંબંધનાં મામલે અદાવત રાખીને ચાર વ્યક્તિઓ દ્વારા હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. તેમજ શખ્સોએ છરી તથા લોખંડની પાઇપથી મારતા યુવાનને ઇજા પહોંચી હતી. ઉપરાંત યુવકના ખીસ્સામાંથી રૂા. ૧૩ હજારની રોકડ તથા રૂા. ૮૭ હજારના સોનાના દાગીના કાઢી લઇને તેનો મોબાઇલ ફોન તોડી નાંખ્યો હતો. આ ઘટના અંગે યુવાને ચાર જણા સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/