fbpx
ગુજરાત

રાજ્યમાં એકમાત્ર નડિયાદમાં આવેલ ભોજપત્રનું વૃક્ષ જેની છાલ પાણીમાં કોહવાતી નથી કે ઉધઈ લાગતી નથી પાતળી કાગળ જેવી છાલ હોવાને કારણે ઋષી મુનીઓ તેની છાલ પર લખતાં

પ્રાચીનકાળમાં જ્યારે કાગળની શોધ નહોતી થઈ ઋષિમુનિઓ ધાર્મિક ગ્રંથો લખવામાં જે વૃક્ષની છાલનો ઉપયોગ કરતા તે ભોજપત્ર વૃક્ષ આજે રાજ્યમાં એકમાત્ર નડિયાદ શહેરમાં આરક્ષિત છે. શહેરની જે એન્ડ જે સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.અલ્પેશ એમ.પટેલે જણાવ્યું હતું કે કોલેજમાં આ વૃક્ષ 1953 માં બોટની વિભાગના તે સમયે અધ્યક્ષ પી.એસ.ટુર ઉત્તર ભારતમાંથી લાવી અહીં વાવેલ. જે અત્યારે વિકાસ પામી વટવૃક્ષ બની ગયું છે. આ વૃક્ષને ગુજરાત સરકારે 2011 માં આરક્ષિત વૃક્ષ તરીકે જાહેર કરેલ છે. આ વૃક્ષની વિશેષતા એ છેકે તેની છાલ પાણીમાં જલદી થી કહેવાતી નથી કે તેની ઉપર ઉધઈ પણ લાગતી નતી. વૃક્ષના થડમાંથી સતત તેની છાલ નીકળતી રહે છે, જે કાગળ જેવી હોય છે. મહત્વની વાત છેકે નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે એન્ડ જે સાયન્સ કોલેજના બોટનીકલ ગાર્ડનમાં લગભગ 450થી વધુ નાશ પામતી વનસ્પતિઓનું સંરક્ષણ અને જતન કરવામાં આવી રહ્યું છે. બોટનીકલ ગાર્ડનમાં 70 વર્ષથી વધુ જુના વૃક્ષોમાં રૂખડો, કણક ચંપો, અશોક, અરીઠા, બહેડા, ભીલામો, કેસુડો, મહુડો જેવા અનેક વૃક્ષો આવેલા છે. તેમજ ગુજરાતમાં ખુબ જ ઓછા જોવા મળતા વૃક્ષ માં સફેદ ચંદન, રક્ત ચંદન, ટેટુ, ધૂપસળી, ગુગળ, રામફળ, હનુમાનફળ, ખેર, રગત રોહિડો, માષ રોહિણી, કંકુ, સિંદુર, શિકાકાઈ, સફેદ ખાખરો, ખડ શિંગી, કાકર, પાટણ, સમુદ્રફળ, કાલો શિશમ, ભૂત ઝાડ, કુંભી જેવા અનેક વૃક્ષો બોટનીકલ ગાર્ડનની શોભા બની રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/