fbpx
ગુજરાત

સુરત: વધતા જતાં લીંબુના ભાવ વચ્ચે લીંબુની ચોરી,કામરેજમાં તસ્કરો લીંબુના ખેતરને નિશાન બનાવી 140 કિલો લીંબુની ચોરી કરી ફરાર થયાં.

કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલ શક્તિ ફાર્મમાંથી 140 કિલો લીંબુની ચોરી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં જે રીતે લીંબુના ભાવ વધ્યા છૅ જેના કારણે અજાણ્યા ઈસમો દ્વારા લીંબુની ચોરી કરવામાં આવી છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં જયેશ પટેલ નું શકિત ફાર્મ આવેલું છૅ. જ્યાં જયેશભાઇ ઓ્ગેનિક લીંબુની ખેતી કરે છૅ. જયેશ ભાઈએ તેમની 7 વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી છૅ.ગયા વર્ષે કરતા ચાલુ વર્ષે લીંબુ 30 ટકા ઉત્પાદન થયું છૅ જેના કારણે લીંબુના ભાવ આસમાને છૅ. બજારમાં 1 કિલો લીંબુ નો ભાવ 300 થી વધુ હોવાથી લીંબુ ખરીદવું અસહ્ય બન્યું છૅ ત્યારે જયેશભાઇ ના ફાર્મ મા ઉતારેલા 7 કેરેટ મા 140 કિલો લીંબુ ની ચોરી થઇ હતી. ચોરી થઇ ત્યારે ફાર્મ માલિક ભાવનગર અન્ય મિત્ર ના ફાર્મની મુલાકાતે ગયા હતાં અને મજૂરો પણ ફાર્મ પર ના હોવાથી તસ્કર દ્વારા લીંબુની ચોરી થઇ હતી.વધતા જતાં લીંબુના ભાવને લઈ તસ્કરો દ્વારા લીંબુના ખેતરને ટાર્ગેટ બનાવી લીંબુની ચોરી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/