fbpx
ગુજરાત

સુરત: રાંધણગેસમાં ભાવવધારા વચ્ચે અનોખી ચોરી સામે આવી, જાણો વધુ.

દેશ ભરમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યાં હવે સુરતમાં ગેસ સિલિન્ડરમાં ગેસ ઓછો આવતી હોવાની ફરિયાદના પગલે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને લોકો એકઠા થઇ ગયા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી હતી.

સમગ્ર દેશમાં હાલ મોંઘવારીને લઈ લોકો મુશ્કેલીમાં છે અને હજુ પણ દરેક વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જે કારણે નાના મણસોની કમર તૂટી ગઈ છે ત્યારે ગેસ સિલિન્ડરમાં પણ તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેમાં અધૂરામાં પૂરું ગેસ એજન્સીઓ પણ લોકોને  છેતરી રહી હોય તેવી ફરિયાદો ઉઠી છે. ત્યારે આ પ્રકારની એક ઘટના પ્રકાશમાં આવી હતી સુરતના પુણા વિસ્તારમાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા આવ્યા હતા. જ્યાં લોકોને પેહલા જે પ્રકારે શંકા હતી કે સિલિન્ડરમાં જે બતાવવામાં આવી રહ્યો છે તેટલો ગેસ આવતો નથી. જેને લઈને સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ગેસ સિલિન્ડરનું વજન કરાવ્યું હતું જે નિયમ પ્રમાણ કરતા ઓછું જોવા મળ્યું હતું જેને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, એક બાજુ ગેસના ભાવ માં વધારો કરવામાં આવે છે અને બીજી બાજુ ગેસ એજન્સી વાળાઓ લોકોને છેતરીને ગેસ ઓછો કરી બારોબાર વેચી નાખે છે. જે ઘટનામાં મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ગેસ એજન્સીઓ સામે ફરિયાદ કરાઈ હતી.

સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 17 ની અંદર યોગેશ્વર રો હાઉસ આવેલું છે. અહીં ગેસના બાટલાની ડીલવરી માટે લોકો આવ્યા હતા. તપાસ કરતા દરેક બોટલની અંદર 3 કિલો ગેસ ઓછો મળી આવ્યો હતો. દેવ કૃપા એન્જસી દ્વારા અહી ડીલવરી આપવામાં આવી હતી. એટલું જ નહી આ બાબતે અમે ફરિયાદ કરવા ગયા તો અમને ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો. એક તરફ મોંઘવારીને લઈને અમારી હાલત ખરાબ છે. ત્યાં હવે આવી રીતે અમારી સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે.

કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું કે, રહીશોનો ફોન આવતા અમે ઘટના સ્થળે આવ્યા હતા. અહીં ગેસની ડીલવરી માટે રીક્ષા આવી હતી. સ્થાનિકોએ ગેસ બોટલનું વજન કરતા 2 થી 3 કિલો વજન ઓછું આવ્યું હતું. રીક્ષામાં બે પૈકી એક માણસ અહીંથી ફરાર થઇ ગયો હતો. અમે ઉપરી અધિકારીઓને જાણ કરી તો કોઈ જવાબ મળ્યો ના હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/