fbpx
ગુજરાત

અમદાવાદની પરણિતાએ પતિ સહિત સાસરીયા સામે દહેજની ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી ખુશી (નામ બદલ્યું છે)ના સમાજના રીત રિવાજ મુજબ, ૪ મે ૨૦૨૧ના રોજ વસ્ત્રાલમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરીયાએ ૩ મહિના સુધી ખુશીને સારી રીતે રાખી હતી. પરંતુ આ બાદ પતિ નાની-નાની વાતમાં તેની સાથે ઝઘડો કરતો અને ઘર ખર્ચ માટે પૈસા માગવા પર ગડદાપાટુનો માર મારતો હતો. જ્યારે ખુશી પતિની ફરિયાદ સાસુ-સસરાને કરે તો તેઓ પણ દીકરાનું ઉપરાણું લઈને તેની સાથે જ ઝઘડો કરતા હતા. પતિ, સાસુ-સસરા અને નણંદ સતત મહેણા-ટોણા મારતા હતા કે, ‘તું દહેજમાં વધારે સોના-ચાંદીના દાગીના નથી લાવી. જાે તારી અહીં ઘરમાં રહેવું હોય તો તારા બાપા ઘરેથી બે લાખ રૂપિયા લાવવા પડશે.’

ખુશીએ પિયરમાં આ વાત કરતા ઘર-સંસાર ન બગડે તે માટે પિતા તેને સમજાવતા અને તે મુંગા મોઢે બધો ત્રાસ સહન કરતી રહી. ૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ ખુશીનો પતિ તેની સાથે વધારે ઉગ્ર ઝઘડો કરવા લાગતા તે પોતાના માતા-પિતાના ઘરે ઈસનપુર રહેવા જતી રહી હતી. જાેકે પતિએ લખાણ આપ્યા બાદ પણ તેને લેવા નહીં આવતા ભાઈ તેને પિયર મૂકવા ગયો હતો. તે સમયે પણ સાસરીયાએ દહેજ ન લાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી. ૧૭મી એપ્રિલના રોજ ખુશીએ પોતાના વોટ્‌સએપ ડીપીમાં પોતાનો ફોટો મૂક્યો હતો, જેને લઈને તેના સસરાએ તેના ભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યો અને કહ્યું, તમારી બેનને કહી દેજાે, ફોનમાં વોટ્‌સએપમાં ફોટો નહીં મૂકવાનો.’

તેમ કહીને ગાળો બોલી ઝઘડો કર્યો હતો. પતિએ પણ ધમકી આપી કે, હવે તારે આ ઘરમાં રહેવાનું નથી, મારે તને રાખવી જ નથી, અને જાે હવે તું ઘરે આવીશ તો તને જીવતી નહીં છોડું. આમ કહીને પતિએ પહેરેલા પકડે ખુશીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ તેણે સાસરીયા સામે દહેજ માગવા, માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ રામોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આજની ૨૧મી સદીમાં પણ વર્ષો જૂનું દહેજનું દૂષણ યથાવત છે. શહેરના વસ્ત્રાલમાં આવો જ એક કિસ્સો આવ્યો છે. જેમાં પતિ અને સાસુ-સસરાએ દહેજ ના લાવતા પરિણીત યુવતીને પહેલા ખૂબ જ શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો. તેમ છતાં દહેજ ન મળતા ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકી. આ સમગ્ર મામલે હવે પરિણીતએ પતિ, સાસુ-સસરા તથા નણંદ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/