fbpx
ગુજરાત

રાધનપુરમાં સરકારી જમીનમાં બનાવેલ પાકા દબાણો દૂર કરાયાં

રાધનપુરના ધરવડી ગામે સરકારી જમીનમાં ઠાકોર તળશીભાઈ બીજલભાઈ, ઠાકોર મોહનભાઈ રામજીભાઈ અને ઠાકોર અમરસીભાઈ દાનાભાઈએ બિન અધિકૃત દબાણ આચર્યુ હતું. જે મામલે કલેક્ટરની સુચનાના આધારે ગત તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૨ના રોજ દબાણ અને સ્વૈચ્છાએ કબ્જાે ખસેડી લેવાની નોટીસ ફટકારવામાં આવી હતી. છતાં દબાણ ન હટાવાતાં રાધનપુર મામલતદાર સહિત પોલીસની ટીમ સાથે મહેસુલ કર્મચારીઓએ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવાની કામગીરી પૂરજાેશમાં હાથ ધરવામાં આવી હતી. દબાણ અંગે કલેક્ટરને લેખિત જાણ કરાઈ હતીઆ અંગે ઈન્ચાર્જ મામલતદાર જનકબેન રાવલે જણાવ્યું હતું કે, ધરવડી ગામે રે.સ.નં. ૩૮૩ અને રે.સ.નં. ૩૮૫ બંન્ને સર્વે નંબર પર દબાણકર્તાઓએ બિન અધિકૃત રીતે દબાણ કર્યુ હોવાથી તેમને આખરી નોટિસ અપાઈ હતી. તેમ છતાં કબ્જાે છોડ્યો ન હોવાથી કર્મચારીઓની ટીમે ખેતર વચ્ચે બનાવેલા રહેણાંક મકાનને તોડી પાડી સરકારી દબાણ ખુલ્લુ કરવાની કામગીરી પોલીસને સાથે રાખી હાથ ધરી હતી.પાટણ જિલ્લા કલેક્ટરની સુચનાના આધારે રાધનપુરના ધરવડી ગામે સરકારી જમીન પરનું બિનઅધિકૃત દબાણ રાધનપુરના મહેસુલ કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી દૂર કરાયું હતું. રે.સ.નં. ૩૮૩ તેમજ રે.સ.નં. ૩૮૫માંથી દબાણ દૂર કરવા દબાણકર્તાઓને ગત ૨૫ એપ્રિલના રોજ આખરી નોટિસ અપાઈ હતી. જેના બાદ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/