fbpx
ગુજરાત

સાવલીના દોડકામાં દેશી દારૂની ૯ ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા

દોડકા ગામે દેશી દારૂ ની ભરતીઓ ધમધમી રહી છે જેના પગલે પોલીસ જવાનોની વિવિધ ટીમો બનાવીને દોડકા ગામની સીમમાં દરોડા પાડયા હતા પોલીસના દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને શેડ બનાવી ખુલ્લેઆમ દેશી દારૂની મિનિ ફેક્ટરી ઝડપી પાડી હતી. આ દરોડા માં કુલ ૨૧ આરોપીઓ પાસેથી ૨૫૫ લિટર દારૂ તેમજ દારૂ બનાવવા માટે નો ભઠ્ઠી પર ચડેલો ગરમ વોશ ૪૦૦૦ લીટર તેમજ જમીનોમાં છુપાવેલ ૧૫,૨૭૫ લીટર વોશ મળી કુલ ૩૯,૬૫૦ રૂપિયા ના મુદ્દામાલ સાથે કુલ ૨૧ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ ફરિયાદમાં સોનલ બેન મહેન્દ્રભાઈ, ગીતાબેન નીતિનભાઈ નાયક, નિલેશ ઉર્ફે નીરૂ સનાભાઇ માળી, મહેન્દ્ર પ્રભાત ચૌહાણ, વિનુભાઈ ભાઈલાલ પટેલ, રમેશભાઈ સનાભાઇ માળી, ભુપેન્દ્ર છત્રસિંહ પરમાર, ચંદુ ડાહ્યાં માળી, મહેન્દ્ર દેવુસિંહ ટાટોડ, વિજય શંકર માળી, વિક્રમસિંહ સાલમસિંહ ટાટોડ, પ્રવીણ ભાઈ શંકરભાઈ માળી, ગોરધન બચુભાઈ માળી, વિષ્ણુ બચુભાઈ માળી, મહેન્દ્રસિંહ જીતસિંહ ટાટોડ, ભરત લલ્લુભાઈ માળી, વિનુ મગન માળી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે દેશી દારૂ બનાવવા માટે જમીન માલિક પોતાની જમીન દારૂ બનાવવા માટે આપીને મદદ કરતા અને પોતાના ભોગવટાના બોરવેલ અને કુવાનું પાણી આપી મદદ કરવાના પ્રકરણમાં બે ખેતર માલિકો સામે પણ ગુનો નોંધ્યો છે. ને બે ઇસમોને ડીટેઈન પણ કરી લીધાં છે.

આમ આ ગુના પ્રકરણ માં કુલ ૧૭ ઈસમો વિરુદ્ધ ગેરકાયદે દારૂ બનાવવાના અને મદદગારી પ્રકરણમાં ૪ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ દારૂની ધમધમતી ભઠ્ઠીઓના કારણે કેટલાય પરિવારોને આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવે છે. જેના પગલે ઉશ્કેરાયેલી મહિલાઓએ અગાઉ ઘણી વખત દારૂની ભઠ્ઠીઓ પર જઇને જ ભારે તોડફોડ મચાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.સાવલી તાલુકાના દોડકા ગામે નવ સ્થળે દેશી દારૂની ધમધમતી મીની ફેક્ટરી પર દરોડા પાડીને ભાદરવા પોલીસે કુલ ૧૯,૨૭૫ લીટર વોશ અને ૨૫૫ લીટર દેશી દારૂ સાથે ૩૯,૬૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે કુલ ૧૭ ઈસમો સામે ગુનો નોંધ્યો હતો. જયારે અન્ય ૪ સામે મદદગારી કરવાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/