fbpx
ગુજરાત

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાંથી દેશી દારૂના જથ્થા સાથે ૫ આરોપીઓને પકડ્યા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નાનજી દેશમુખ ચાર માળિયા ક્વાટર્સની પાછળ આવેલ આદિનાથ નગરની અંદરથી સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે ૩૧૮ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દેશી દારૂ સાથે અજય ગોહેલ અને અજય માળી નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે વિક્રમ ઠાકોર નામનો આરોપી ફરાર છે.આરોપી દારૂનો જ ધંધો કરતા હતા.પકડાયેલ આરોપી પાસેથી દારૂના વેચાણના ૫૬,૧૧૦ રૂપિયા કબ્જે કર્યા છે.કુલ ૧ લાખ ૧૨ હજાર ૪૮૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે ઓઢવ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે કારણે આટલી મોટી સંખ્યામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો તથા તેનું વેચાણ થતું હોવાથી સ્થાનિક પીઆઇ કેવી રીતે અજાણ હોવ તે અંગે એસએમસી ને શંકા છે.

સમગ્ર મામલે સ્થાનિક પીઆઇ ઓઢવ પીઆઇ અને ઓઢવ પોલીસની કામગીરીને લઈને સવાલ છે. જાેકે હાલ ઓઢવમાં ફરિયાદ નોંધીને ઓઢવ પોલીસ તપાસ કરશે.અમદાવાદમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણને લઈને સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા કેટલાય સમયથી વધુ સક્રિય થયું છે. શહેરમાં દારુના વેચાણને અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવે છે છતાંય દારૂનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાંથી જ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને ૩૧૮ લીટર દેશી દારૂ સાથે ૨ મહિલા સહિત ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે ઉપરાંત ૧ લાખ ૧૨ હજાર ૪૮૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/