fbpx
ગુજરાત

ફતેપુરા તાલુકાના ઘુઘસ મા 22 વર્ષીય યુવાનની કૂવામાંથી લાશ મળી આવતા હાહાકાર

 8 મે-2022 ના રોજ લગ્ન પ્રસંગમાંથી રાત્રિના સમયે પરત ઘરે આવી સૂતેલા યુવાનની લાશ નજીકમાં આવેલ કૂવામાંથી મળી આવી.       પરિવારમાં લગ્ન પ્રસંગની જગ્યાએ માતમ છવાયો.                 ફતેપુરા તાલુકામાં કુવાઓ માંથી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે.અને આવી રીતે મળી આવેલી લાશો સંદર્ભે આગળની કોઈ તપાસો નહિ થતા અનેક શંકાસ્પદ બનાવો વર્ષોથી પોલીસ ચોપડાઓમાં નોંધાયેલ હોવા છતાં દબાઈ ચૂક્યા છે.અને તેવોજ વધુ એક બનાવ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના એક 22 વર્ષીય આશાસ્પદ યુવાનની લાશ નજીકના કૂવામાંથી મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.    

   પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના માતા ફળિયા ખાતે રહેતા અર્જુનભાઈ હુમાભાઈ પારગી ઉંમર વર્ષ 22 નાઓ 8 મે- 2022 ના રોજ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય રાત્રીના બે વાગ્યા સુધી લગ્ન પ્રસંગમાં હાજર હતા.ત્યારબાદ તેઓ ઘરે આવી ઘરના આંગણામાં ઊંઘી ગયા હતા.જ્યારે બીજા દિવસે સવારે ઘરના સભ્યોએ જાગી જોતા અર્જુનભાઈ પારગી ખાટલામાં જોવા મળેલ નહીં તેમજ મોડે સુધી ઘરે પરત નહીં આવતા ગામમાં તથા સગા સંબંધીઓમાં તપાસ કરતા તેઓની કોઈ ભાળ મળી આવેલ ન હોય આસપાસમાં તથા ગામમાં આવેલ કુવાઓમાં તપાસ કરતા અર્જુનભાઈ ની લાશ નજીકમાં આવેલ ગવલાભાઈ ચોખલાભાઇ પારગીના કુવામાંથી મળી આવતા પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી.અને લગ્ન પ્રસંગની જગ્યાએ માતમનો માતમનો માહોલ સર્જાયો હતો.      મૃતક અર્જુનભાઈ પારગીની લાશ કૂવામાંથી મળી આવતા તેમના ભાઈ કાળુભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે એડી દાખલ કરી મૃતકની લાશનું ફતેપુરા સરકારી દવાખાનામાં પી.એમ કરાવ્યા બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/