fbpx
ગુજરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાનું ગુજરાત રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ જાહેર થવા પામ્ય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાનું ગુજરાત રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ જાહેર થવા પામ્યું છે. દાહોદ જિલ્લા નું ૪૦.૧૯ ટકા પરિણામ આવ્યું છે અને તેમાંય કેન્દ્રવાર પરિણામમાં પણ સૌથી ઓછુ દાહોદ જિલ્લાના લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી એક પણ વિદ્યાર્થીનો એ – ૧ ગ્રેડમાં સમાવેશ થવા પામ્યો નથી.    દાહોદ જિલ્લામાં આજરોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળ્યો હતો. વહેલી સવારથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓનો ઘસારો શાળાઓમાં જાેવા મળ્યો હતો તો બીજી તરફ ઓનલાઈન પરિણામ જાેવા માટે પણ ઓનલાઈન દુકાનો પર ભીડ જાેવા મળી હતી. દાહોદ જિલ્લામાં આ વખતે સૌથી ખરાબ પરિણામ જાહેર થયું હોય તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય કારણ કે, ગુજરાતમાં જાે સૌથી ઓછુ પરિણામ જિલ્લા પ્રમાણે જાહેર થયું હોય તો તે દાહોદ જિલ્લાનું છે.

દાહોદ જિલ્લાનું ૪૦.૧૯ ટકા પરિણામ આવ્યું છે જ્યારે કેન્દ્રવાર પરિણામમાં પણ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનું ૩૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી કુલ ૧૪૩૭ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. દાહોદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના ત્રણ કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં જેમાં દાહોદ, લીમખેડા અને લીમડીનો સમાવેશ થાય છે. દાહોદ કેન્દ્રમાં ૬૨૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૩૦૦ વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં અને ૩૨૫ વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં જ્યારે લીમખેડા કેન્દ્રમાં કુલ ૬૩૧ વિદ્યાર્થીઓ પૈકી ૫૬૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં ૧૮૭ વિદ્યાર્થીઓ પાસ અને ૪૪૪ વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં તેવી જ રીતે લીમડીમાં ૧૮૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાં ૬૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં અને ૧૧૯ વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં. દાહોદ કેન્દ્રનું ૪૮ ટકા પરિણામાં આવ્યું હતું. લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩ ટકા અને લીમડી કેન્દ્રનું ૩૪.૪૪ પરિણામ જાહેર થયું હતું.    ગ્રેડ પ્રમાણેની વાત કરીએ તો આ વર્ષે એ – ૧ ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીઓનો દાહોદ જિલ્લામાંથી સમાવેશ થયો નથી જ્યારે એ – ૨ ગ્રેડમાં ૦૬, બી – ૧ ગ્રેડમાં ૨૬, બી – ૨ ગ્રેડમાં ૮૦, સી – ૧ ગ્રેડમાં ૧૧૩, સી – ૨ ગ્રેડમાં ૨૨૯, ડી ગ્રેડમાં ૯૨ અને ઈ – ૧ ગ્રેડમાં ૦૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાંથી કુલ ૫૪૯ વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો મેળવ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/