fbpx
ગુજરાત

સુરત જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપાયું હતું

સુરત જિલ્લાની કડોદરા પોલીસની ટીમે નગરમાં આવેલ એક કોમ્પલેક્ષમાં રેડ કરતા કોમ્પલેક્ષના ભોંય તળિયે આવેલ વિવિધ દુકાનોમાંથી સંખ્યાબંધ ગેસ બોટલો મળી આવી હતી પોલીસે તપાસ કરતા ગેર કાયદેસર ગેસ ટ્રાન્સફર કરતા હોવાનું બહાર આવ્યું હતું. 

મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોબેશન આઇ.પી.એસ. બીશાખા જૈન નાઓને અંગત રાહે મળેલી બાતમી આધારે કડોદરા કૃષ્ણા નગરમાં આવેલ માધવ કોમ્પલેક્ષના દુકાન નંબર 5 માં રેડ કરી હતી કોમ્પ્લેક્ષના જુદા જુદા 3 થી વધુ દુકાનોમાંથી 14 કિલોના સબસીડી વાળા તેમજ 19 કિલોના કોમર્શિયલ બોટલો મળી 109 બોટલો પોલીસે કબ્જે લીધો હતો. પોલીસે દુકાનમાંથી ગેસ ટ્રાન્સફર કરવાની ઇલેક્ટ્રિક મોટર તેમજ વજન કાંટો પણ કબ્જે કર્યો હતો.

પોલીસે આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રકાશચંદ્ર સોહનલાલ તૈલીની પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે તે જોખમી રીતે 14 કિલોના ભારત ગેસના બોટલમાંથી 19 કિલોના એચ.પી. કંપનીના કોમર્શિયલ બોટલમાં ગેસ ઇલેક્ટ્રિક મોટર વડે ટ્રાન્સફર કરતો હતો પોલીસની વધુ પૂછપરછમાં આ કૌભાંડમાં બારડોલી ભારતગેસ કંપનીની મુરલીધર બી.વામદોત ગેસ એજન્સીના મેનેજર જીતુભાઇ ઉર્ફ જીતેન્દ્રભાઈ આ પ્રકાશ તૈલીને ગેસની બોટલ પુરી પાડતો હોવાનું નામ બહાર આવ્યું હતુ. પોલીસે પ્રકાશ તૈલી તેમજ જીતુભાઇ અને સુનિલ નામના ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ ધારા 3 અને 7 હેઠળ ગુન્હો નોંધી ગેસ બોટલ વજન કાંટા અને ઇલેક્ટ્રિક મોટર સહિત 1,39,450નો મુદામાલ કબ્જે કરી પલસાણા મામલતદારને કેસ સુપ્રત કરાયો હતો.

પલસાણા મામલતદારની ટીમ ગણતરીના કલાકોમાં ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથધરી દુકાનો સિલ કરી હતી.અગાઉ આજ બિલ્ડીંગમાં ગેસ લીકેજ થતાં પરિવારના ત્રણ સભ્યો દાઝતા બે ના મોત થયા હતા. લોકડાઉન અગાઉ ગેસ ટ્રાન્સફર કરતી વખતે ગેસ લીકેજ થતા ફ્લેશ ફાયર થયું હતું અને ઘટનામાં ગેસ ટ્રાન્સફર કરનાર તેમજ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા.

એક વૃદ્ધ મહિલા અને તેની પૌત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું કડોદરા કૃષ્ણા નગર વિસ્તારમાં આશરે 15 થી વધુ ગેસ રીફલિંગની દુકાનો ધમધમી રહી છે જે આ જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરે છે આવા ગંભીર બનાવો પછી પણ અહીં ગેસ રીફીલિંગ અને ગેસ ટ્રાન્સફરનો ધંધો પુરજોશમાં ચાલતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/