fbpx
ગુજરાત

ચોરીના ગુન્હાનો આરોપીને ૪૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી મનિષકુમાર સુરેશકુમાર શર્મા વડોદરા એક્સપ્રેસ હાઈવે સીટીએમ ખાતેથી વડોદરા જતા પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી મનિષકુમાર શર્માને પકડી તેના પાસેથી ૩૮ લાખ, એક લેપટોપ, ૩ મોબાઈલ, ઈલેક્ટ્રોનીક સામાન સહિત કુલ ૪૧.૦૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પુછપરછમાં બહાર આવ્યું હતુ કે, પોતે હિરાભાઈ માર્કેટમાં આવેલી સરોગી સુપર સેલ્સ પ્રા.લી.માં છેલ્લા સાત વર્ષથી નોકરી કરતો હતો. ઓફીસની તમામ પૈસાની લેવડદેવડનું કામ કરતો હતો. આ દરમિયાન અચાનક પૈસાની જરૂર પડતા કંપનીના લોકરમાં રાખેલા ૪૭ લાખ જેટલી રકમની ચોરી કરી હતી. કાંકરીયા ક્રોમામાંથી આઈફોન-૧૩ તથા સેમસંગ કંપનીના કી-પેડવાળો મોબાઈલ ફોન, જેબીએલ સ્પીકરની ખરદી કરી હતી.

બ્રાન્ડેડ કપડાની પણ ખરીદી કરી હતી. ફ્લાઈટ મારફતે દિલ્હી ફરવા માટે ગયો હતો. બે દિવસ રોકાયો હતો અને બાદમાં અમદાવાદ પરત આવ્યો હતો. મુંબઈ થઇને ગોવા ખાતે જતો રહ્યો હતો અને અમદાવાદ પરત આવી વડોદરા એક્સપ્રેસ હાઈવે સીટીએમ ઉભો હતો ત્યા પોલીસે તેને પકડી પાડ્યો હતો. આમ ચોરી કરી પોતાના મોજશોખ પૂર્ણ કર્યા હતા.અમદાવાદમાં ચોરીના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. તેમાં એક ગજબનો બનાવ કાગડાપીઠ વિસ્તારમાં બન્યો છે. ખાનગી ઓફિસનો એક કર્મચારી ઓફિસના લોકરમાંથી ૪૭ લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો. પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસ હાથ ધરતાં તે સીટીએમ ખાતેથી પકડાઈ ગયો હતો.તેની પાસેથી ૩૮ લાખ રોકડા, એક લેપટોપ સહિત કુલ ૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી ચોરી કરી દિલ્હી ફ્લાઇટમા જતો રહ્યો અને બે દિવસ મોજશોખ કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/