fbpx
ગુજરાત

મહેસાણા જિલ્લા મધ્યસ્થ બેન્કમાં ભરતી કૌભાંડ સામે આવ્યું

કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશી અને મહેસાણાના કાઉન્સિલર અમિત પટેલે સમગ્ર પ્રક્રિયાને રદ કરીને જવાબદારો સામે પગલા ભરવાની માગ કરતાં કહ્યું કે, બેન્કની ભરતી પ્રક્રિયામાં બેન્કના બંધારણ મુજબ ડીરેક્ટરોની કમિટી બનાવી નથી. ડીરેક્ટરોના તથા બેન્કના કર્મચારીના નજીકના સગાઓની ભરતી કરી કાયદાની કલમ નં. ૭૬-બી તથા ૮૬ નો ભંગ કર્યો છે. સહકારી બેન્કો, દૂધ સંઘો અને અન્ય સહકારી સંસ્થામાં મોટા પાયે સગા-વ્હાલા-મળતિયાને બારોબાર ભરતી ,ગેરરીતી, લેવડદેવડ કૌભાંડો સામે આવી રહ્યા છે.

મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં ૧૧૧ જગ્યાના ભરતી કૌભાંડ મામલે સહકાર મંત્રી અ્‌ને મુખ્યમંત્રીને રજૂઆત કરીને પગલા ભરવાની માગ કરવામાં આવી છે.રાજયમાં પ્રશ્નોપત્રો ફુટી જવાની પ્રક્રિયામાં બેરોજગારોને અન્યાય થયા પછી ભરતીની પ્રક્રિયામાં પણ આયોજનપૂર્વકનો અન્યાય થતો હોવાની ઘટના મહેસાણા જિલ્લા મધ્યસ્થ બેન્કની બહાર આવી છે. બેન્કમાં વિવિધ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત આપી પણ બેન્કનું નામ ન લખીને મેરીટ યાદી જાહેર કર્યા વગર બારોબાર લાગતાવળગતાને ઇ-મેલ કરીને ભરતી પ્રક્રિયા હાથ ધરીને કૌભાંડ કર્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/