fbpx
ગુજરાત

વિસનગર પોલીસે મહિલાને ચાકુ બતાવી ઘરમાં ચોરી કરનારો શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ઉનાળા ની ઋતુ માં અમુલ લોકો રાત્રે ઘરના આંગણા અથવા ધાબા પર સુઈ જાય છે ત્યારે ઘામાં ચોરી કરવાના બનાવો સામે આવતા હોય છે તેવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસે ગણતરી ના કલાકો માં ચોર ને ઝડપી પડ્યો હતો, વિસનગર શહેરના સેવાલીયા રોડ પરની વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતી મહિલા ઘર બંધ કરી આંગણામાં સૂઇ રહી હતી, ત્યારે ઓશીકા નીચે મૂકેલી ચાવી લઇ ઘરમાં ચોરી કરનાર શખ્સને જાગી ગયેલી મહિલા જાેઇ જતાં ચાકુ બતાવી ભાગી ગયો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ રૂ.૭૧૫૦નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. વિસનગરના સેવાલીયા રોડ પર વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતાં દેવીપૂજક આશાબેન કનુભાઇ તેમના પતિ ઘરે ન હોઇ મકાન બંધ કરી ઘર આગળ ખાટલો નાંખી સૂઇ ગયા હતા.

અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા અને ઘરનો દરવાજાે ખુલ્લો જાેતાં ઊભા થયેલ મહિલાને આ શખ્સે ચાકુ બતાવી આગળ આવતી નહીં, તારા ઘરમાં મુકેલ રૂપિયા અને દાગીના આપી દે નહીંતર ચાકુ મારી દઇશ તેમ કહેતાં ડરી ગયેલ મહિલા ઉભા રહેતાં આ શખ્સ ભાગી ગયો હતો. તપાસ કરતાં પેટીમાં મુકેલ પ્લેટીનિયમનું મંગલસુત્ર, રૂ.૨૭૦૦ રોકડ અને એક મોબાઇલ આ શખ્સ ચોરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે આશાબેને વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેને પગલે પીઆઇ એસ.એસ. નિનામા, એએસઆઇ બળવંતસિંહ સહિત સ્ટાફે ચોરની શોધખોળ હાથ ધરતાં વડનગરી દરવાજા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પકડાયેલ મસ્તાનનગરના ફકીર આનમહંમદ જાનમહંમદ નામના શખ્સની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસે અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/