fbpx
ગુજરાત

કારખાનામાં કામ કરતો વ્યક્તિ મજૂરોને ધમકાવી તસ્કરી કરતો આરોપીની થઈ ધરપકડ

રાજકોટમાં કારખાનામાં કામ કરતા મજૂરોના એરગનથી ડરાવી દાગીના અને મોબાઈલની તસ્કરી કરતા ચોરની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી તેની પાસેથી કુલ ૭ હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જંગલેશ્વરમાંથી ચોક્કસ બાતમીને આધારે સલીમ ઉર્ફે કાલી ઇદરિસીની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં સલીમે અક્ષર કારખાનામાં પ્રવેશ કરી ઓરડીમાંથી મોબાઈલ ફોન,એક જાેડી સોનાની કડી અને રોકડ રકમ સહિત કુલ ૨૮ હજારના મુદામાલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી એરગન, છરી તેમજ રોકડ રકમ સહીત કુલ ૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ સોનાના દાગીના રિકવર કરવા તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સલીમ ઉર્ફે કાલી હમેશા પોતાની સાથે એક છરી અને એરગન રાખતો હતો.

મોટાભાગે કારખાના વિસ્તારમાં ચોરી કરવા પસંદ કરતો હતો અને ઓરડીમાં દરવાજાે ખુલો રાખી અથવા માત્ર અટકાવી ને સુતા હોય તો ત્યાં મજૂરો પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા ચોરી જતો હતો. આ દરમિયાન કોઈ સુતેલ વ્યક્તિ જાગે તો તેને એરગન અને છરી બતાવી ડરાવતો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી સલીમ ઉર્ફે કાલી અગાઉ પણ ભક્તિનગર પોલીસના હાથે બે વખત અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. રાજકોટ ડીસીપી ઝોન ૧ ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિજય સોલંકી રાજકોટના પ્રવેશ દ્વાર ગ્રીનલેન્ડ ચોક નજીક હોવાની બાતમી મળતા પોલીસે તેને પકડી પાડી આજીડેમ પોલીસને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજીડેમ પોલીસે ૪ લાખ ૭૧ કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ ૨.૫૦ લાખનું વાહન મળી કુલ ૭.૨૧ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો જે દારૂનો જથ્થો વિજય સોલંકીનો હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી વિજય સોલંકી અગાઉ પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના હાથે દારૂના જથ્થા સાથે વર્ષ ૨૦૨૧માં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/