fbpx
ગુજરાત

ખેડાના ખાનગી ગોડાઉનમાં ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

ખેડાના હરિયાળા પાસે ખાનગી ગોડાઉનમાં ડીઝલ વહન કરતી કંપનીના ટેન્કર ગોડાઉનમાં લાવવામાં આવે છે. જે અંગેની બાતમી મળતા એસઓજીની ટીમ ત્રાટકી હતી. ટેન્કર માંથી પાઇપ મારફતે ડીઝલ કાઢી લેવામાં આવે છે, જે બેરલ મારફતે બારોબાર વેચી દેવામાં આવતું હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. કંપનીમાંથી નીકળતા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા હતા કે પછી તેમાં અન્ય કેમિકલ ઉમેરી જથ્થો વધારવામાં આવતો હતો. તે બાબતે પોલીસે તપાસ આરંભી છે. સમગ્ર કારોબારમાં સંડોવાયેલા ઇસમોની એસઓજી ટીમે તપાસ આરંભી છે. આ અંગે સ્થાનિક નાગરિકોમાં ચર્ચાતી વાતો પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોઇ અગ્રણીનુ ફાર્મ હાઉસ છે, પરંતુ અહી કોણ ઇસમો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. શું અહીં ગેરકાયદેસર વ્યવસાય છે, તે બાબતે પોલીસ તપાસ ચાલી રહી છે. સ્થળ પરથી ડીઝલની ચોરીનું કૌભાંડ મળ્યું છે. કૌભાંડની મોડસ ઓપરેન્ડી અંગે તપાસ ચાલુ છે. ઘટના સ્થળ વાળી જગ્યા કોની છે, તે માટે પણ તપાસ કરી રહ્યા છે. હાલ આ બનાવ અંગેની કામગીરી શરૂ છે. તપાસ પૂર્ણ થતા સાચી હકીકત બહાર આવશે.ખેડા જિલ્લા એસઓજી ટીમે બાતમી આધારે ખેડાના હરિયાળા પાસેના ગોડાઉન પર દરોડો પાડયો છે. જેમાં ડીઝલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પાડેલ દરોડાની કામગીરી સુધી ચાલી રહી. આ ગોડાઉનની છત પર ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ અને વંદે માતરમ લખેલું હોય કોઈ ભાજપ આગેવાનની મિલકત હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/